Gujarati News

Gujarati News

News of Saturday, 8th May 2021

જુનાગઢ ગિરનાર કોવિડ હોસ્પીટલના કોરોના મુકત થયેલ દર્દીને લાગણી સભર વિદાય

જુનાગઢ : જુનાગઢની ગુરૂ દતાત્રેય ગિરનાર ટ્રસ્ટ દ્વારા બ્રહ્મસમાજ કન્યા છાત્રાલય રામનિવાસ બીલખા રોડ જુનાગઢ ખાતે ગિરનાર કોવિડ હોસ્પીટલમાં દર્દીઓની રાહત દરે સારવાર કરવામાં આવે છે મેનેજીંગ ટ્રસ્ટી અસ્તેય પુરોહિત અને એડમીનીસ્ટેટીવ મેનેજરશ્રી અશ્વિન વાળાએ જણાવ્યુ હતું કે અહીં દર્દીઓને પારીવારીક સભ્યગણી સારવાર આપવામાં આવે છે જેમાં કોરોનાના નિષ્ણાંત ડો. ચિંતન યાદવના માર્ગદર્શન હેઠળ ડો. પિનાંક મેર સહિતના દર્દીઓની સારવાર કરી રહ્યા છે. ગઇકાલે વડીયાદેવળી ના ઢુઢીયા પીપળીયાના બ્રાન્ચ પોસ્ટ માસ્તર હરેશભાઇ પરસોતમભાઇ જોષી કે જેઓ પાંચ દિવસ પહેલાં ગંભીર હાલતમાં ૬૦ ઓકસીજન લેવલ સાથે ગંભીર હાલતમાં દાખલ કરાયેલ તેઓને શ્રી અશ્વિનભાઇ વાળા અને તેની ટીમે પાંચ જ દિવસમાં સંપૂર્ણ સ્વસ્થ કરી મોતના મુખમાંથી બચાવી લીધા હતાં. ગઇકાલે તેઓને હોસ્પીટલમાંથી રજા આપવામાં આવતા હરેશભાઇ જોષીએ અશ્વિનભાઇ વાળાનો ગદગદીત થઇ અને આભાર વ્યકત કરતા જણાવ્યું હતું કે તમોએ મને ઘરની જેમ જ સાચવ્યો અને સારવાર આપી ખરેખર આપનો અને હોસ્પીટલની પુરી ટીમનો દીલથી આભાર માનુ છું. તસ્વીરમાં વિદાય આપતી વેળા હરેશભાઇ સાથે અશ્વિનભાઇ વાળા, ડો. પ્રિતેશ પરમાર, ડો. શૈલેષ જાદવ, ડો. પિનાક મેર, ડો. ચિંતન યાદવ, ડો. રાહુલ હુંબલ, ડો. જતીન સોલંકી, ડો. મેહુલ મારડીયા, અક્ષય પુરોહિત, દિવ્યાબેન સહિતના ઉપસ્થિત રહ્યા હતાં. (અહેવાલ : વિનુ જોષી, તસ્વીર : મુકેશ વાઘેલા -જુનાગઢ)

(11:50 am IST)