Gujarati News

Gujarati News

News of Saturday, 8th May 2021

બગસરામાં કોરોના દર્દીઓની મદદે ઓકસીજન ગ્રુપ

બગસરા : ઓકિસજન ગ્રુપ દ્વારા જયારથી કટોકટી કોરોનાની મહામારીમા ઓકિસજનની અછત ઉભી થઈ છે ત્યારથી આ ગ્રૂપ સક્રિય થઇને આ કોરોનાની મહામારી વચ્ચે આ લોકો પાંચ કિલો ઓકિસજનનો બાટલો લોકો ની સુખાકારી માટે કોરોના દર્દીને પૂરો પાડવાના પ્રયાસો કર્યા છે ત્યારે અલગ અલગ જગ્યાએથી ફંડ એકઠું કરી ને માત્ર કોઈપણ જાતની આશા વગર સેવાકીય પ્રવૃત્તિ કરી છે આજ દિન સુધી ૧૨૦ જેટલા દર્દીઓને મદદરૂપ થયા છે અને માત્ર અને માત્ર બાટલા મા પ્રાણવાયુ ભરવા જવા માટેનો આવા-જવાનો ખર્ચ સિવાય કોઈ લેવામાં આવતું નથી આ ઉપરાંત જરૂરિયાત દર્દી જે ગરીબ છે અને કોઈ પણ જાતની વ્યવસ્થા નથી તેવા દર્દીઓને ફ્રી બાટલો આપવામાં આવ્યા છે હાલની પરિસ્થિતિ જોતા પહેલા કોરોનાની દર્દીઓની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો છે અને હાલમાં પણ આ સેવા ચાલુ છે ઓકિસજન ગ્રુપની તમામ જવાબદારીઓ ભીખુભાઈ સોલંકી ફાયર કર્મચારીએ નિભાવેલ છે(તસ્વીર : સમીર વિરાણી બગસરા)

(11:47 am IST)