Gujarati News

Gujarati News

News of Saturday, 8th February 2020

જામનગર સમુહલગ્નોત્વના નવ યુગલોને આર્શિવચન પાઠવતા રાજયમંત્રી જાડેજા

જામનગરઃ જામનગર ખાતે આણદાબાવા સેવા સંસ્થાન દ્વારા ૧૪માં સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અન્ન અને નાગરિક પુરવઠા રાજયમંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ કહ્યું હતું કે, સમૂહ લગ્ન સમાજમાં આવકારદાયક પગલું છે. આણદાબાવા સંસ્થા દ્વારા માનવસેવાની ૩૩ જેટલી પ્રવૃતિઓ કરવામાં આવે છે. જામનગરને આવી સંસ્થાના આશિર્વાદ છે, કે જેના થકી આજે ૧૦૮ નવદંપતિઓ પ્રભુતામાં પગલા પાડી આગળ વધી રહ્યા છે. લગ્નમાં વધુ ખર્ચ અને તેના કારણે ઉત્પન્ન થતી આર્થિક પરિસ્થિતિ ગરીબ પરિવારોને મુશ્કેલીમાં મૂકી દે છે, ત્યારે આણદાબાવા સેવા સંસ્થાન જેવી માનવસેવાની સંસ્થાના સમૂહલગ્નથી દરેક સમાજની દિકરીને આર્થિક ચિંતા વગર સપ્રેમ વિદાય આપી શકાય છે, આવી પ્રેરણા અન્યો પણ લે તેવો અનુરોધ છે.  આ તકે નવદંપતીઓને આશિર્વચન પાઠવી રાજયમંત્રીશ્રીએ પુત્રવધૂને દીકરી સમાન માની સમાજના ઉત્થાનમાં સહભાગી બનાવવાનો અનુરોધ કર્યો હતો. આ લગ્નોત્સવમાં આણદાબાવા સેવા સંસ્થાના મહંતશ્રી દેવપ્રસાદજી બાપુશ્રી, મુખ્યદાતાશ્રી કેતનભાઇ કોટેચા અને અન્ય આગેવાનો, સમાજ શ્રેષ્ઠીઓ, નવદંપતીઓ અને તેમના પરિવારો વગેરે બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તે પ્રસંગની તસ્વીર.

(12:51 pm IST)
  • અયોધ્યા રામ મંદિર ટ્રસ્ટમાં 1 દલિત અને 8 પંડિતો પરંતુ ઓબીસીને સ્થાન નહીં : આંદોલનના પ્રથમ હરોળના નેતાઓ કલ્યાણ સિંહ ,વિનય કટિયાર ,ઉમા ભારતી ઓબીસી હતા : કલ્યાણ સિંહ અને ઉમા ભારતીએ ટ્રસ્ટમાં ઓબીસીને પ્રતિનિધિત્વ આપવા માંગણી કરી access_time 7:32 pm IST

  • ભાજપે દરેક બેઠક માટે ૧૮૦૦ કાર્યકરોની ફોજ મેદાનમાં ઉતારી :ભાજપે દિલ્હીની સત્તા 'આપ' પાસેથી આંચકી લેવા આબાદ રણનીતિ ઘડી છેઃ ભાજપે એક પોલીંગ બુથ પર ૧૦ - ૧૫ કાર્યકરો તૈનાત કર્યા છે, એટલું જ નહિ એક બેઠક પર ૧૮૦૦ કાર્યકરોને તૈનાત કર્યા છેઃ ભાજપે લોકોને વધુને વધુ પ્રમાણમાં મતદાન થાય તેવી અપીલ પણ કરી છેઃ ભાજપે પાયાના કાર્યકર સુધી પહોંચ લંબાવી હતી access_time 11:31 am IST

  • બપોરના 12 વાગ્યા સુધીમાં 16 ટકા મતદાન : રાહુલ, પ્રિયંકા, મનીષ સિસોદીયા, એલ.કે.અડવાણીએ મતદાન કર્યુ.: શાહીન બાગ, જામિયામાં પણ મતદાન માટે લાઈન લાગી : ભાજપના વરિષ્ઠ નેતા એલ.કે.અડવાણીએ મતદાન કર્યું : ઔરંગઝેબ રોડ મતદાન મથક ખાતે મતદાન કર્યું : તેઓએ દીકરી પ્રતિભા અડવાણી સાથે મતદાન કર્યું. access_time 12:31 pm IST