Gujarati News

Gujarati News

News of Friday, 8th January 2021

જ્યારે કચ્છમાં અદાણી ગ્રુપના રક્ષિત અદાણી પાટી-પેન અને બાળપોથી સાથે ગરીબ બાળકો વચ્ચે પહોંચ્યા...

(વિનોદ ગાલા દ્વારા) ભુજ:::: વાત નાનકડી છે, પણ એનું મહત્વ ખૂબ જ મોટું છે. આપણો જન્મદિવસ અને તેની ઉજવણી તો આપણે ઉત્સાહપૂર્વક કરતાં હોઈએ છીએ. પણ, એ દિવસે કેક ઉપર મીણબત્તીની જગ્યાએ જો કોઈના જીવનમાં જ્ઞાનની જ્યોત પ્રગટાવી શકાય તો? હા, આવું સુંદર પ્રેરણાદાયી કાર્ય થઈ શકે છે. આવું પ્રેરણાદાયી કાર્ય કર્યું છે, દેશના ટોચના ઉદ્યોગગૃહ અદાણી ગ્રુપના યુવાન એક્ઝિક્યુટિવ ડાયરેકટર રક્ષિત શાહે !!!.  અદાણી ગ્રુપની કર્મભૂમિ એવા મુન્દ્રા મધ્યે રક્ષિતભાઇ દ્વારા પોતાના જન્મદિન  પ્રસંગે શાળાએ નહીં જઈ શકતા ગરીબ વસાહતના ભુલકાઓને પ્રાથમિક શિક્ષણ આપી તેમનામાં જ્ઞાનની જ્યોત પ્રગટાવવાનો પ્રારંભ કરાયો છે. જનસેવા સંસ્થાના યુવાન સેવાભાવી સામાજિક કાર્યકર રાજ સંઘવી સાથે મળી ગરીબ બાળકોમાં શૈક્ષણીક જ્ઞાનની જ્યોત પ્રગટાવવામાં આવશે. આ ઉપરાંત રક્ષિતભાઈના જન્મદિન પ્રસંગે મુન્દ્રાની જનસેવા દ્વારા ૩૦૦ ભુલકાઓ ને ભોજન નાસ્તો અને વિવિધ મીઠાઈઓ પીરસવામાં આવી હતી. શિક્ષણ અભિયાન અંતર્ગત છેવાડા ની ગરીબ વસાહતમાં રહેતાં અને સ્કૂલે ન જતાં ગરીબ બાળકોને સ્થળ ઉપર જ શિક્ષણ અપાશે. ગરીબ ભુલકાઓમાં પ્રાથમિક જ્ઞાન તેમજ શિક્ષણ નો વ્યાપ વધે એ ઉદેશ્ય થી રક્ષિતભાઈ ની ઇચ્છા મુજબ જનસેવા અને અદાણી ગ્રુપ દ્વારા આ શિક્ષણલક્ષી પ્રોજેક્ટ નો પ્રારંભ કરાયો છે.

રક્ષિતભાઈ બુધવારે પોતાના જન્મદિન પ્રસંગે ગરીબ વસાહતમાં પહોંચ્યા હતા અને ગરીબ ભુલકાઓ ને પ્રથમ પાટી-પેન અને  બાળપોથીનું વિતરણ કર્યું હતું અને જાતે નાના ભુલકાઓ ને શિક્ષણ માટે જણાવ્યું હતું.

અદાણી ગ્રૂપ ના રક્ષિતભાઈ ના જન્મદિન પ્રસંગે અદાણી ફાઉંડેશન ના પંક્તિબેન શાહ , જાગૃતીબેન જોશી , મનહર ચાવડા , જયરામભાઈ રબારી  તેમજ અદાણી ગ્રૂપ ના દેવાંગ ગઢવી , જયદીપભાઈ શાહ અને રમેશભાઈ આયડી ઉપસ્થિત રહ્યા હતા ..

જન સેવા ના રાજ સંઘવી , પ્રતીક શાહ , દેવજી જોગી , જતીન જોગી ઉપસ્થિત રહ્યા હતા . જોકે, સેવાકીય પ્રવૃત્તિ ને આગળ ધપાવતાં રક્ષિતભાઈ શાહ દ્વારા પોતાના જન્મદિન પ્રસંગે શહેર ના ૫૦ જરૂરતમંદ પરિવારો ને જીવન વપરાશ ની રાશનકીટો નું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ હાલ ની કડકડતી ઠંડી માં ખુલ્લા ઝૂંપડામાં રહેતાં જરૂરતમંદ લોકો ને ગરમ ધાબળાનું વિતરણ કરવામાં આવ્યા હતું. લૉકડાઉન ની પરિસ્થિતિમાં જનસેવા સંસ્થાને અદાણી ગ્રુપ ના એક્ઝિક્યુટિવ ડાયરેકટર રક્ષિત ભાઈ શાહ નો દિન દુખીયા લોકો ની સેવા માટે નોંધપાત્ર સહયોગ રહ્યો હતો. તેમજ હાલ જનસેવા દ્વારા સેવાકીય વાહન મીની ટેમ્પો અપાવવામાં રક્ષિતભાઈ શાહનો મુખ્ય સહયોગ રહ્યો છે.

(10:12 am IST)