Gujarati News

Gujarati News

SOTTO હેઠળ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં બનેલી એક હૃદયસ્પર્શી ઘટના : અંગ દાન મહાદાન : નિરક્ષર રેખાબહેને બ્રેઇનડૅડ પતિના અંગોનું દાન કરીને ત્રણ જરૂરિયાતમંદ દર્દીઓના જીવનમાં સ્મિત રેલાવ્યું : સમાજના અતિ શિક્ષિત અને સાધનસંપન્ન લોકો કદાચિત જેનું દાન કરતા ખચકાય છે તે મહાદાન કરીને રેખાબહેને માનવસેવાની ભાવના અને નિઃસ્વાર્થપણાની મિસાલ પ્રસ્થાપિત કરી છેલ્લા 10 દિવસમાં SOTTO અંતર્ગત અમદાવાદ સિવિલ હોસ્પિટલે પ્રશંસનીય કામગીરી કરી અંગદાન કેવી રીતે થાય છે?: બ્રેઇનડેડ થયેલી વ્યક્તિના અંગોનું દાન થઈ શકે છે. : જે વ્યક્તિના અંગોનું દાન કરવાનું છે તે વ્યક્તિનો GCS(Glasgow Coma Scale)કોડ પાંચથી ઓછો હોવો જોઇએ. : ત્યારબાદ એપ્નિયા ટેસ્ટ થાય. એ ટેસ્ટ પોઝિટિવ આવે તો જ તે વ્યક્તિના અંગોનું દાન થઈ શકે. access_time 3:54 pm IST