Gujarati News

Gujarati News

News of Tuesday, 8th January 2019

વાંકાનેરના જેપુર ગામની સીમમાં વાડીની ઓરડી અને કારમાંથી ઈંગ્લીશ દારૂ ઝડપાયો :બે શખ્શોની ધરપકડ

દારૂની 1272 બોટલ અને કાર સહીત 6,83,600નો મુદ્દમાલ જપ્ત કરાયો

મોરબી એલસીબી ટીમે પેટ્રોલિંગ દરમિયાન વાંકાનેરના જેપુર ગામની સીમમાંથી તથા કારમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવતા બે શખ્શોની ધરપકડ કરી ૬.૮૩ લાખનો મુદામાલ જપ્ત કર્યો છે

     અંગેની વિગત મુજબ મોરબી એલસીબી ટીમ વાંકાનેર પંથકમાં પેટ્રોલિંગ માં હોય દરમિયાન વાંકાનેરના જેપુર ગામની સીમમાં કેસુભાઇ વાલાભાઈ સરવૈયાની વાડીએ ઓરડીમાંથી તેમજ સ્વીફ્ટ કારમાંથી ઈંગ્લીશ દારૂની બોટલ નંગ ૧૨૭૨ કીમત ૩,૮૧,૬૦૦ મળી આવતા દારૂનો જથ્થો તેમજ સ્વીફ્ટ કાર કીમત ૩ લાખ અને એક મોબાઈલ સહીત કુલ ૬,૮૩,૬૦૦ નો મુદામાલ જપ્ત કર્યો છે અને આરોપી ધવલ રમેશ સરવૈયા (રહે રાજકોટ મૂળ જેપુર તા. વાંકાનેર) અને કરન સુભાષસિંગ ઠાકુર (રહે રાજકોટ મૂળ યુપી )ની અટકાયત કરી છે
 દારૂનો જથ્થો મોકલનારમાં અવિંદ જેસિંગ પરમાર રહે ચોટીલા અને વાડીની ઓરડી ભાડે આપનાર વાડી માલિક કેશુ વાલાભાઈ સરવૈયારહે જેપુર વાળાનું નામ ખુલતા તેની સામે પોલીસ મથકમાં ગુન્હો નોંધી વધુ તપાસ ચલાવી છે

(10:58 pm IST)