Gujarati News

Gujarati News

News of Tuesday, 8th January 2019

ખોડલધામ પ્રાણપ્રતિષ્ઠાને ૨ વર્ષ પુર્ણઃ ૨૦મીએ ૬૦ કિમીની પદયાત્રા

હજારો લેઉવા પાટીદારો ૨૦મીએ રાજકોટથી પદયાત્રા કરી ૨૧મીએ : ખોડલધામ પહોંચશે : ખોડલધામ ટ્રસ્ટની યુવા પાંખ શ્રી ખોડલધામ વિદ્યાર્થી સમિતિ (KDVS) ના નેજા હેઠળ નરેશભાઇના પુત્ર શિવરાજભાઇ પટેલના માર્ગદર્શનમાં આયોજન

રાજકોટઃ તા.૮, સમગ્ર વિશ્વમાં વસતા લેઉવા પાટીદાર સમાજના જ્ઞાતિજનો માટે રાજકોટ જીલ્લાના જેતપુર નજીક કાગવડ ખાતે ઐતિહાસિક શ્રી ખોડલધામ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે.હાલ લેઉવા પટેલ સમાજના આસ્થાના પ્રતીક સમાન ખોડલધામ મંદીરે જાહેર રજાઓ અને તહેવારો નિમિતે લાખોની સંખ્યામાં ભાવિકો માં ખોડલના દર્શનાર્થે ઉમટી પડે છે ફરી લેઉવા પટેલ સમાજના આંગણે ૨૧ જાન્યુ.ના અનેરો અવસર આવી રહ્યો છે એ નિમિતે ખોડલધામ  વિદ્યાર્થી  સમીતી(KDVS)એ રાજકોટથી ખોડલધામ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.

  સમગ્ર લેઉવા પટેલ સમાજને એકતાંતણે બાંધવા માટે ખોડલધામ મંદીરનો વિચાર લેઉવા પટેલ સમાજના હદયસમ્રાટ નરેશભાઇ પટેલને આવ્યો હતો. આ વિચારની શરૂઆત શ્રી ખોડલધામ ટ્રસ્ટના નેજા હેઠળ વર્ષ ૨૦૧૦થી થઈ હતી. ત્યારબાદ મંદીર માટે કાગવડ ખાતે જમીનની પસંદગી કરવામાં આવી હતી અને મંદીરનું બાંધકામ શરૂ થયું જયારે આ બાંધકામ ચાલી રહ્યું હતું તે દરમ્યાન આ પાવન ધરતી પર મંદીરની શીલાન્યાસ વિધિ, શીલાપુજન, કૃષીમેળો, ખેલ મહોત્સવ, સમુહ લગ્ન અને ત્યારબાદ તા.૨૧ ના રોજ ભવ્ય પંચ દિવસીય પ્રાણ પ્રતીષ્ઠા મહોત્સવ જેવા ઐતિહાસીક કાર્યક્રમો ઉજવાયા હતા.

 દર વર્ષે નવરાત્રીના પ્રથમ નોરતે માંની આરાધના સમાન પદયાત્રા યોજવામાં આવે છે. આ પદયાત્રામાં મોટી સંખ્યામાં લેઉવા પટેલ સમાજના ભાઈઓ અને બહેનો જોડાઈ છે આગામી ૨૦ ના રોજ યોજાનાર પદયાત્રા દરમ્યાન નવરાત્રીના પ્રસંગ નથી પરંતુ લેઉવા પટેલ સમાજના ઈતિહાસમાં કંડારાયેલ તારીખ ૨૧-૧નો પ્રસંગ આવી રહ્યો છે. તા.૨૧-૧ એ સમગ્ર વિશ્વમાં વસતા લેઉવા પટેલ સમાજ માટે મહત્વની તારીખ બની રહી છે તે નિમિતે ખોડલધામની યુવા પાંખ એટ્લે કે, શ્રી ખોડલધામ વિદ્યાર્થી સમીતી(KDVS) દ્વારા રાજકોટથી ખોડલધામ સુધી પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે આ પદયાત્રામાં જોડાવા માટે અત્યારથી જ જ્ઞાતીજનો ભરપુર ઉત્સાહ સાથે  પોતાના નામ નોંધાવી રહ્યા છે.

પદયાત્રા તા.૨૦, રવીવારના રોજ સવારે ૭ વાગ્યે શ્રી સરદાર પટેલ ભવન, ન્યુ માયાણી નગર ખાતેથી પ્રસ્થાન થઈ  તા.૨૧, સોમવાર ના રોજ વહેલી સવારે શ્રી ખોડલધામ ખાતે પહોંચશે. સમગ્ર પદયાત્રાનું આયોજન અને વ્યવસ્થા નરેશભાઈ પટેલના પુત્ર શિવરાજભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ થઈ રહ્યું છે. પદયાત્રાને ધ્યાને લઈ સમગ્ર રુટ પર સ્વયં સેવકો સહીત ફુડ તેમજ મેડિકલ સહીતની વ્યવસ્થા ખોડલધામ વિદ્યાર્થી સમીતી દ્વારા કરવામાં આવી છે.આ પદયાત્રાના આયોજનમાં ખોડલધામ મહીલા સમિતિનો પણ મહત્વનો સહકાર મળી રહ્યો છે. સમાજના વધુમાં વધુ લોકો આ પદયાત્રામાં જોડાઈ તેવો અનુરોધ શ્રી ખોડલધામ વિદ્યાર્થી  સમીતી (KDVS) દ્વારા કરવામાં આવ્યો છે. આ પદયાત્રામાં જોડાવા માટે મો.૭૪૦૫૪ ૬૯૨૩૯ ઉપર નામ નોંધાવી દેવા યાદીમાં જણાવાયુ છે. (૪૦.૭)

પદયાત્રામાં જોડાવા માટે  મો.૭૪૦૫૪ ૬૯૨૩૯ ઉપર  નામ નોંધાવવા અનુરોધ

(4:04 pm IST)