Gujarati News

Gujarati News

News of Tuesday, 8th January 2019

રાજકોટ ગ્રામ્યના નાસ્તા ફરતા ૧૦ જેટલા આરોપી ને ઝડપી લેવાયા

ધોરાજી, તા.૮: રાજકોટ ગ્રામ્ય જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી બલરામ મીણાની સુચના હેઠળ બહારના રાજયો અને ગુજરાતના જુદા જુદા જિલ્લામાં રહેતા નાસતા ફરતા આરોપીઓ અંગે અલગ અલગ ટીમ બનાવેલ હોય જે અંતર્ગત ઉત્તર પ્રદેશ રાજયમાં રહેતા નાસતા - ફરતા આરોપી ઓને પકડી પાડવા માટે ટીમ બનાવેલ હોય જેમાં ધોરાજી ના પો.સબ.ઇન્સ શ્રી જે.બી.મીઠાપરાની આગેવાનીમાં ગોંડલ સીટી પો.સ્ટેના પો.કો નરેન્દ્રસિંહ જાડેજા.તથા પો.કો.ભગીરથ સિંહ જાડેજા તથા ધોરાજી પો.સ્ટે ના પો.કો.રમનિક ભાઈ મણવર જેતપુર સીટી પો.સ્ટે નાઙ્ગ -ફસ્ટ ગુ.ર.ન. ૧૯૬/૨૦૧૪ આઈ.પી.સી.કલમ ૩૬૩,૩૬૬ વી. મુજબના ગુન્હાના કામે ૪ વર્ષથી નાસ્તા ફરતા આરોપી મંતોષ મહાતમ યાદવ રહે.ગામ તરિયા લચ્છીરામ થાના તરિયા શુજાન તા.તમકુહીરાજ જિલ્લો કિસીનગર (યુ.પી ) વાળો બાતમીના આધારે તપાસ કરતા જેતપુરને.હા રોડ રબારીકા ના પાટિયા પાસેથી મળી આવતા કાયદેસર કાર્યવાહી કરવા તજવીજ કરેલ છે.(૨૩.૮)

 

(4:02 pm IST)