Gujarati News

Gujarati News

News of Tuesday, 8th January 2019

જૂનાગઢમાં બંધ મકાનમાંથી રૂ. ૮૨,૫૦૦ની મત્તાની ચોરી

ક્રિયામાં ગયા હતાને તસ્કરો ખાબકયા

જુનાગઢ તા.૮: જૂનાગઢમાં મધુરમ વિસ્તારમાં આવેલી પુષ્પક સોસાયટીમાં રહેતા ડાયાભાઇ માવાભાઇ વાળા (ઉ.વ.૫૮) પરિવાર સાથે માંગરોળ ખાતે ક્રિયામાં ગયા  હતા.

ત્યારે બંધ મકાનનાં તાળા તોડી અને રૂમના દરવાજાનો નકુચો તોડીને તસ્કરો ઘરમાં પ્રવેશ્યા હતા.

બાદમાં સેટી પલંગમાં રહેલા સોનાનું મંગલસુત્ર વીટીઓ, બુટી સહિતનાં દાગીનાં ઉપરાંત રૂ. ૧૩૫૦૦ની રોકડ મળી કુલ રૂ. ૮૨,૫૦૦નો મુદ્દામાલ ચોરીને તસ્કરો નાસી ગયા હતા.

આ અંગે ગઇકાલે સાંજે સી ડિવીઝન પોલીસે ફરિયાદ લઇને તપાસ હાથ ધરી હતી.(૧.૧૩)

(4:02 pm IST)