Gujarati News

Gujarati News

News of Tuesday, 8th January 2019

અમરેલી જીલ્લાની તમામ પોસ્ટ ઓફિસ તેમજ બેંકના કર્મચારીઓ હડતાલમાં જોડાયા

અમરેલીઃ આજરોજ ભારતીય ટપાલ વિભાગના કર્મચારીઓના તમામ યુનિયન અને પોસ્ટલ ફેડરેશન - નવી દિલ્હીના આદેશથી જીલ્લાની તમામ પોસ્ટ ઓફિસના કર્મચારીઓ કામથી અળગા રહી સજ્જડ હડતાલ પાડી હતી તે વખતની તસ્વીર. જીલ્લાની તમામ ટપાલ થેલાનું આવન-જાવન થયેલ નથી. આ હડતાલ આવતીકાલે યથાવત રહેશે. તદઉપરાંત આ હડતાલ છાવણી અમરેલી હેડ પોસ્ટ ઓફિસ બહાર રાખેલ છે. જેમાં ગુજરાત બેંક વર્કર્સ યુનિયન-અમરેલીના તમામ બેંક કર્મચારીઓ જોડાયા હતા (તસ્વીર-અહેવાલઃ અરવિંદ નિર્મળ-અમરેલી)(૨-૧૧)

(4:01 pm IST)