Gujarati News

Gujarati News

News of Tuesday, 8th January 2019

સુરેન્દ્રનગરનાં દૂધરેજમાં જુથ અથડામણઃ પાંચ ઘાયલ

સામાન્ય બોલાચાલીમાં કોળી અને દલીતો વચ્ચે મારામારીઃ ગામમાં ચૂસ્ત બંદોબસ્ત

વઢવાણ, તા. ૮ :. સુરેન્દ્રનગર શહેરના દુધરેજ ગામ ખાતે કોળી અને દલીત જુથ વચ્ચે સામાન્ય બાબતે બોલાચાલી થતા બન્ને જુથો સામસામા આવી ગયા હતા ત્યારે આ જુથ અથડામણમાં હાલ પાંચ જેટલા કોળી સમાજના લોકો ઘાયલ થયા હોવાનું જાણવા મળી રહ્યુ છે.

ઘાયલ થયેલા કોળી સમાજના પાંચથી વધુ વ્યકિતઓને હાલમાં સુરેન્દ્રનગર સી.યુ. શાહ (ટીબી) દવાખાને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. આથી દવાખાને કોળી સમાજના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડતા નાના એવા દુધરેજ ગામે અનિચ્છનીય બનાવ ન બને એ માટે સુરેન્દ્રનગર પોલીસના કાફલા ગોઠવી દેવામાં આવ્યા છે.

ત્યારે હાલ દુધરેજ ગામના ચાર વ્યકિત ભેગા ન થાય તે માટે કલમ પણ લગાડવામા આવેલ હોવાનું હાલમાં જાણવા મળી રહ્યુ છે.

થાનમાં જુગટુ રમતા એક ડઝન પકડાયા, રૂ. ૭૨ હજારનો મુદ્દામાલ કબ્જે

સુરેન્દ્રનગર જિલ્લાનાં ચોટીલા તાબેના થાનમાં સ્થાનિક પોલીસને અંધારામાં રાખી સ્ટેટ મોનીટરીંગ સેલે જુગારનો દરોડો પાડી જુગટુ રમતા એક ડઝન શખ્સોને રૂ. ૭૨ હજારના મુદામાલ સાથે ઝડપી થાન પોલીસ મથકના હવાલે કર્યા છે.

પોલીસ સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ ચોટીલા તાલુકાના થાનમાં દલીત સ્મશાન પાસે જાહેરમાંજુગાર રમાતો હોવાની બાતમી સ્ટેટ મોનીટરીંગ સેલના કોન્સ્ટેબલ વિષ્ણુભાઈને મળતા પીએસઆઈ વાય.કે.ગોહિલ સહિતના સ્ટાફે લોકલ પોલીસને ઉંદ્યતી રાખી દરોડો પાડી જુગટુ રમતા પ્રતાપ કાનજી, નાથા રૂપા, રમેશ ગોવિંદ, બસીર ગૂરૂ, જયદિપ જીવરાજ, રમેશ ભીખા, શૈલેષ ભીખા, ડાયા ભીમશી લાલજી મોહન, કાળુ મોહન અને ભુપત સોલંકી નામના શખ્સોને ઝડપીલઈ પટમાંથી રોકડ અને મોબાઈલ મળી કુલ રૂ.૭૨ હજારના મુદામાલ જપ્ત કરી તમામ શખ્સોને થાન પોલીસનાં હવાલે કર્યા છે.(૨-૯)

(4:00 pm IST)