Gujarati News

Gujarati News

News of Tuesday, 8th January 2019

ગમે ત્યાં બિનવારસી પડેલા વાહન ચોરીને દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લેતો વડોદરાનો આરોપી જેતપુર પાસે ચોરાઉ વાહન સાથે ઝડપાયો

જેતપુર તા. ૮ : પોલીસ અધિક્ષક રાજકોટ ગ્રામ્ય બલરામ મીણાની સુચના મુજબ તેમજ જેતપુર ડી.વી ના નાયબ પોલીસ અધિક્ષક જે.એમ.ભરવાડના માર્ગદર્શન મુજબ મિલ્કત સબંધી ગુન્હાઓ અટકાવવા અને શોધી કાઢવા માટે સુચના હોય દરમ્યાન કંટ્રોલ રૂમ રાજકોટ રૂલર તરફથી કંટ્રોલ ઇન્ચાર્જ એચ.સી પ્રવિણસિંહ નાઓના તરફથી વર્ધી મળેલ કે ડમ્પર નં GJ 18AU-8009 પીળા કલરનુ ધોળકાથી ચોરાયેલ છે અને પીઠડીયાની આજુબાજુ લોકેશન બતાવે છે તેમ જણાવતા સત્વરે પો.સબ.ઇન્સઙ્ગ વી.બી.ચૌહાણ તથા A.S.I આર.એ કાછડ તથા L.R.D. વી.ડી.રાજપરા તથા G.R.D.ભરતભાઈ ગોપાલભાઈ ઉગરેજા તથા G.R.D.જયેશભાઈ બાબુભાઈ ભટ્ટી રવાના થઈ ને.હા. પર પીઠડીયા તરફ જતા પીઠડીયાથી આગળ ધારેશ્વર અંકુર હોટલ પાસે આવેલ પેટ્રોલ પમ્પ પાસેઙ્ગ જણાવેલ નં GJ 18AU-8009 પીળા કલરનુ ડમ્પર મળી આવેલ.

તપાસ કરતા તેની સાથે એક હોન્ડાસીટી ફોરવ્હીલ રજી.નં GJ 6CB -2003 પણ સાથે મળી આવેલ જેમાં ડમ્પર ચાલકનુ નામ બદરુદીન મયુદીન સૈયદ /કાદરી ઉ.વ.૫૯ રહે વડોદરા આજવા રોડ એકતા નગર વાળો છે અને હોન્ડાસીટીના ચાલક અબ્દુલ અસ્લમભાઈ દીવાન/ફકીર ઉ.વ.૩૨ઙ્ગ રહે વડોદરા આજવા રોડ એકતા નગર વાળો છે અને હોન્ડાસીટી ફોરવ્હીલ રજી.નં GJ 6CB -2003ઙ્ગ બદરુદીન મયુદીન સૈયદ /કાદરી નં ૧ ના નામેની છે અને બન્ને પોત પોતાના ઘરેથી જણાવેલ ફોરવ્હીલમાં એક સાથે નિકળેલા હતા અને રસ્તામાં વટામણ ચોકડીથી આગળ રોડ કાંઠે પડેલ જણાવેલ ડમ્પર જે ઉઠાવી લઈ ચોરી કરી બન્ને ઈસમ એક એક વાહન ચલાવી નિકળી ગયેલા હોવાનુ જણાવેલ છે.

વધુ પુછપરછ દરમ્યાન બદરુદીન મયુદીન સૈયદ /કાદરીએ જણાવેલ કે મે અત્યાર સુધીમાં આઠેક વખત ટ્રક વાહનોની ચોરી કરી દારુની હેરાફેરી માં ઉપયોગ કરેલ છે અને કરેલ ટ્રકોની ચોરીમાં પકડેલ છેઙ્ગ

ઙ્ગ(૧) સને ૨૦૦૬ માં વડોદરા માંથી સમયાંતરે બે ટ્રક ની ચોરી કરી દારુની હેરાફેરીમાં ઉપયોગ કરેલ હોઇ જે ચોરીમાં વડોદરા પાણી ગેટ પો.સ્ટે તથા વાડી ગેટ પો.સ્ટે માં પકડેલ હતો.

ઙ્ગ(૨) સને ૨૦૧૭ માં નડીયાદ માંથી એક ટ્રક ચોરેલ હતો જેનો ઉપયોગ દારુની હેરાફેરીમાં ઉપયોગ કરેલ હોઇ જે ચોરીમાં નડીયાદ પોલીસે પકડેલ હતો.

ઙ્ગ(૩) સને ૨૦૧૮ માં સુરત માંથી એક ટ્રક ચોરેલ હતો જેનો ઉપયોગ દારુની હેરાફેરીમાં ઉપયોગ કરેલ હોઇ જે ચોરીમાં ડીડોલી પો.સ્ટે માં પકડેલ હતો.

ઙ્ગ(૪) સને ૨૦૦૮ વડોદરા માંથી એક ટ્રક ચોરેલ હતો જેનો ઉપયોગ દારૂની હેરાફેરીમાં ઉપયોગ કરેલ હોઇ જે ચોરીમાં મકરપુરા (વડોદરા) પો.સ્ટે માં પકડેલ હતો આ સિવાય અન્ય દારૂની હેરાફેરી માટે ત્રણેક ટ્રકની ચોરી કરેલ હતી પરંતુ હાલે કયા પો.સ્ટે માં પકડેલ તે યાદ નથી.

મજકુર ઇસમ એમ.ઓ જોતા ગમે સ્થળે ટ્રક/ડમ્પર બીન વારસી પડેલ હોઇ જે વાહનમાં ડુપ્લીકેટ ચાવી લગાવી વાહન ચોરી કરેલ છે અને દારૂની હેરાફેરીની સપ્લાય કરતા વ્યકિતઓ સાથે સંપર્ક ધરાવે છે આમ દારૂના સ્પ્લાયરો મજકુરને વાહન સાથે આવવાનુ કહેતા મજકુર ઉપર મુજબ ગમે તે બીનવારસી વાહનોની ચોરી કરે છે. આગળની તપાસ પો. સબ. ઇન્સ. વી. બી. ચૌહાણ હાથ ધરી છે.(૨૧.૨૧)

(4:00 pm IST)