Gujarati News

Gujarati News

News of Tuesday, 8th January 2019

ઉનામાં કારકીર્દી સેમિનાર

 ઉના : શ્રૃતિ વિદ્યાલયમાં અભ્યાસ કરતા ધો. ૧૦-૧રના વિદ્યાર્થીઓને માત્ર ડીગ્રી નહીં, પરંતુ સ્કીલ ડેવલોપ થાય તે માટે સંસ્થાના પ્રમુખ શુરૂબાપુના અધ્યક્ષ સ્થાને ભાવનગર વિકાસ વર્તુળ સંસ્થા દ્વારા કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો હતો. જેમાં સેલ્ફફ ઠાઇન્સ સ્કૂલ એસોસીએશન ઉનાના ભવ્યભાઇ પોપટ, ભાવનગરમાં પધારેલ તજજ્ઞશ્રી હિતેષભાઇ સોલંકી ધો. ૧૦,૧રના વિદ્યાર્થીઓને તેમની રૂચિ પૂર્ણ અભ્યાસમાં આગળ વધી કેવી રીતે સફળતા મેળવાય તેની માહિતી આપી હતી. તેમજ ડીગ્રી મહળશે તેનો આધાર વ્યવસાય પણ મળશે, પરંતુ વ્યવસાય વધારે વળતર સફળ થવા સ્કીની જરૂર પડે છે તેમ જણાવ્યું હતું. તેમજ કારકિર્દી અંગેના વિદ્યાર્થીઓના પ્રશ્નોના ઉતરો આપી જ્ઞાનમાં વધારો કર્યો હતો. કાર્યક્રમનું સંચાલન શાળાના નિમામક શ્રી દેવશંકરભાઇ પરુોહિતે કર્યું હતું. (૮.પ)

(2:47 pm IST)