Gujarati News

Gujarati News

News of Tuesday, 8th January 2019

શ્રી સ્વામિનારાયણ મંદિર મહિલા સંસ્કાર કેન્દ્ર દ્વારા બોટાદમાં દિવ્ય શાકોત્સવ

વેદોક્તવિધિ સાથે શ્રી ઘનશ્યામ મહારાજનું તથા વચનામૃતનું પૂજન કરવામાં આવ્યું

બોટાદ તા. ૮ શ્રી સ્વામિનારાયણ મંદિર સંસ્કાર કેન્દ્ર અમરેલીના સાંખ્યયોગી શ્રી લીલાબાની સાનિધ્યમાં બોટાદ શ્રી લક્ષ્મીનારાયણ પાર્ક ખાતે, ધનુર્માસ નિમિત્તે, શાકોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૫૦૦૦ ઉપરાંત બહેનોએ ભાગ લીધો હતો

 

આ પ્રસંગે સાંખ્યયોગી બહેનો દ્વારા કિર્તનની રમઝટ બાદ શ્રી ઘનશ્યામ મહારાજનું તથા વચનામૃતનું વેદોક્તવિધિ પૂજન કરવામાં આવ્યું હતું.

   શાકોત્સવનું માહાત્મ્ય સમજાવતા સાંખ્યયોગી શ્રી લીલાબાએ જણાવ્યું હતું કે શાકોત્સવ સંપ્રદાયના ઘણા સ્થાનોમાં ઉજવાય છે. ખરેખર શાકોત્સવ એ સંપ્રદાયનો શિરમોડ ઉત્સવ છે કારણ કે આ ઉત્સવમાં સુરાબાપુ અને શાંતાબાનું સમર્પણ સમાયેલ છે. ભગવાનના સંબંધમાં આવેલ તમામ ક્રિયા નિર્ગુણ બની જાય છે. ભગવાન શ્રી સ્વામિનારાયણે ભારતમાં ઉજવાતા તમામ ધાર્મિક પર્વો કે મેળાઓને ઉત્સવમાં ફેરવી નાંખેલ છે. દર્શને આવેલ તમામ ૫૦૦૦ ઉપરાંત બહેનોને બાજરાના રોટલા, રીંગણાનું શાક, ગોળ અને માખણનો પ્રસાદ પીરસવામાં આવેલ હતો. તેમ પાર્ષદ માયાબેનની યાદીમાં જણાવાયું છે.

(1:54 pm IST)