Gujarati News

Gujarati News

News of Tuesday, 8th January 2019

ભાવનગરમાં પૂ.હરીપ્રસાદ સ્વામીજીના ૮પમાં પ્રાગટય દિને યુવા મહોત્સવ યોજાયો

 

ભાવનગર ખાતે આત્મીય યુવા મહોત્સવમાં ૭૦૦ થી વધુ વિદેશીઓ સહિત લાખો ભાવીકો ઉમટી પડયા હતા.  સમગ્ર ગુજરાતમાં પ્રથમ વખત ૧૮૦*૬૦ ફુટનીમોટી એલઇડી સ્ક્રીન મુકવામાં આવી હતી. હરિપ્રસાદ સ્વામીજીનાં ૮પમાં પ્રાગટય દિનની કેક કપાઇ હતી તે પ્રસંગની તસ્વીર. (તસ્વીર વિપુલ હિરાણી)

ભાવનગર તા.૮: યોગી ડિવાઇન સોસાયટીના પરમ અધ્યક્ષ અને ભગવાન સ્વામીનારાયણી કલ્યાણ પરંપરાના વર્તમાન જયોર્તીધર પ.પુજય હરીપ્રસાદ સ્વામીજીના ૮પમાં પ્રાગટય દિન નિમિતે આજે ભાવનગરમાં આત્મીય યુવા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દેશ વિદેશના દોઢ લાખ ઉપરાંત હરીભકતો ઉપસ્થિત રહ્યા હતા અને પુજય હરીપ્રસાદ સ્વામીજીના સત્સંગનો લાભ મેળવ્યો હતો.

આત્મીય સમાજ દ્વારા દર વર્ષે પુજય હરીપ્રસાદ સ્વામીજીના પ્રાગટય ઉત્સવની વિવિધ સ્થળોએઉજવણી કરવામાં આવે છે.જેના ભાગરૂપે પુજય હરીપ્રસાદ સ્વામીજીના ૮પમાં પ્રાગટયદિનની ઉજવણી નિમિતે ભાવનગરમાં આત્મીય યુવા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.

મહોત્સવમાં ૧૬૦ બાય ૬૦નું એલટી સ્કીન મુકવામાં આવ્યું હતું જે રાજયમાં સૌથી મોટુ સ્ક્રીન છે.

મહોત્સવ દરમિયાન મહાઆરતી, મહાપ્રસાદ બાદ પ્રવચનો કરવામાં આવ્યા  હતા.

આ મહોત્સવમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને ધારાસભ્ય જીતુભાઇ વાઘાણી, ઉપરાંત મેયર,મનભા મોરી, ચેરમેન યુવરાજસિંહ ઇન્ચાર્જ કુલપતિ, ગીરીશભાઇ વાઘાણી, એસપી પ્રવિણ માલ તેમજ રાજકીય આગેવાનો સંતો તેમજ દેશ વિદેશના હરીભકતો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે જીતુભાઇ વાઘાણી ઉપરાંત પ્રેમ સ્વરૂપ સ્વામી હરીપ્રકાશ સ્વામી,  જ્ઞાનસ્વરૂપ સ્વામી, ગુપ્રસાદ સ્વામી સહિતે પ્રવચનો કર્યા હતા. ત્યાર બાદ પુજય હરીપ્રસાદ સ્વામીએ પ્રવચન કર્યું હતું. જેમાં  યુવાનોને ભારતીય સંસ્કૃતિ અને સંસ્કારોનો સંદેશો આપ્યો હતો. સ્વામીજીને યુવાનો પ્રત્યે લગાવ હોઇ ભારતને આર્થિક સધ્ધરતા નહીં પરંતુ પવિત્ર, પ્રમાણીક અને આત્મીય વિવેકી યુવાનો બને  તેવા પ્રયાસો ચલાવવા રહ્યા છે. પરિવારમાં સમાજમાં તેમજ રાષ્ટ્રમાં આત્મીયતાનો સેતુ બંધાય તે માટે વ્યસનોના વમળમાં ફસાયેલા યુવાનો તેમાંથી મુકત થઇ મુલ્યવાન અને ચરિત્રવાન  જીવન જીવે તે માટે યુવાનોને સાચો રાહ બતાવ્યો હતો. (૧૧.૬)

(11:52 am IST)