Gujarati News

Gujarati News

News of Tuesday, 8th January 2019

કચ્છ જિલ્લામાં સરકારી વકીલ આસી. પબ્લીક પ્રોસીકયુટરની જગ્યા ભરાશે

ભુજ તા. ૮ : કચ્છ જિલ્લા કોર્ટ ખાતે મદદનીશ સરકારી વકીલ/એડીશનલ પબ્લિક પ્રોસીકયુટર તરીકે ફરજ બજાવતાં  ડી.બી.જોગી, ડી.જે.ઠકકર અને  એમ.એ.પુરોહીતની મુદત સમાપ્ત કરી, તે ખાલી પડેલ કુલ-૩ (ત્રણ) જગ્યા માટે પેનલ રચવા નિર્ણય કરેલ છે. જે નવી જગ્યા ભરવા માટે પેનલ તૈયાર કરવાની થાય છે. લો ઓફિસર્સ-૨૦૦૯ ના નિયમ પ(૨) પ્રમાણે જણાવ્યા મુજબની લાયકાત ધરાવતા  વકીલ ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે.

જિલ્લા કોર્ટમાં ઓછામાં ઓછા ૭ વર્ષથી સક્રિય હોવા જોઇએ. ઉમેદવારની ઉમર ૫૫ વર્ષથી વધુ ન હોવી જોઇએ. ઉમેદવાર પોતાની નિમણુંકના ઓછામાં ઓછા ૩ વર્ષ પૂર્વેની મુદત માટે આવકવેરા કરદાતા હોવા જોઇએ. આ જગ્યા માટે ઉમેદવારી નોંધાવવા ઈચ્છતા હોય તેવા ઉમેદવારોએ અત્રેની કચેરીએથી, અરજી ફોર્મ તથા ડેકલેરેશન ફોર્મ મેળવી, નિયત નમૂનામાં પોતાની અરજી સાથે જન્મ તારીખ, અનુભવ, શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રોની પ્રમાણિત નકલ તથા છેલ્લા ત્રણ વર્ષના આવકવેરા રીર્ટન સામેલ રાખીને રૂ.૨૦ના સ્ટેમ્પ પેપર ઉપર નોટરી/એકઝીકયુટીવ મેજીસ્ટ્રેટ સમક્ષનું ડેકલેરેશન સાથે કલેટકર કચેરી, જિલ્લા સેવાસદન, ભુજને મોડામાં મોડા તા.૨૫/૧/૨૦૧૯ સુધી મળી જાય તે રીતે મોકલી આપવાની રહેશે.

અનુ.જાતિ, અનુસુચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગના લાયકાત ધરાવતા ઉમેદવારોએ નિયમોનુસાર અગ્રતા આપવામાં આવશે. આ જાતિના ઉમેદવારોએ જાતિ અંગેનું સંપૂર્ણ વિગતો અરજીમાં આપવી તથા જાતિ અંગેના પ્રમાણપત્રોની પ્રમાણિત નકલો સામેલ રાખવી. નિયુકત થયેલ ઉમેદવારોએ ઘી લો ઓફિસર્સ રૂલ્સ તથા રાજય સરકારના વખતો વખતના સુધારા અનુસાર ફી તથા ભથ્થા મળવાપાત્ર રહેશે.(૨૧.૩)

(12:00 pm IST)