Gujarati News

Gujarati News

News of Tuesday, 8th January 2019

જસદણઃ કુંવરજીભાઇની જીતની માનતા પુરી કરી

જસદણઃ ચૂંટણીમાં કુંવરજીભાઇ બાવળીયાનો જવલંત વિજય થતાં ઠેર ઠેર માનતા બાધા આખડી લોકો ઉતારી રહ્યા છે. ત્યારે ઘેટા ઉન વિકાસના સભ્ય ભનાભાઇ પરમાર એટાણ બગદાણામાં ગુંદી(પ્રસાદ)માટેની માનતા તેઓ પુર્ણ કરી હતી. કર્મશીલ ભનાભાઇ જેવા અનેક માનતાઓ રાખી હતી. તસ્વીરમાં માનતા પુરી કર્યા બાદ કાર્યકરો સાથે ભનાભાઇ નજરે પડે છે.(તસ્વીરઃ-હુસામુદીન કપાસી, જસદણ)(૨૨.૩)

 

(11:50 am IST)