Gujarati News

Gujarati News

News of Tuesday, 8th January 2019

માણાવદર પાલિકામાં ઉપપ્રમુખનું સર્વાનુમતે રાજીનામુ મંજુર : સનસનાટી

જયેશ વાઘાણી ઇન્ચાર્જ પ્રમુખ પણ હતા : માત્ર સભ્ય પદે રહેશે : રાજીનામુ કલેકટરને મોકલી અપાયું

માણાવદર, તા. ૮ : માણાવદર કોંગ્રેસ શાસિત પાલિકામાં સમગ્ર દેશમાં ગાત્રો ગાળી નાખે તેવી ઠંડીમાં અતિ ભારે રાજકીય ગરમીનો અનુભવ થઇ રહ્યો છે. કોંગ્રેસ શાસિત પાલિકામાં ૬ માસ પહેલા પાલિકા પ્રમુખને દારૂ પ્રકરણમાં સસ્પેન્ડ કરવામાં આવતા તેના સ્થાને ઉપપ્રમુખ શ્રી જયેશ વાછાણીને પ્રમુખનો તાજ સોંપાયો હતો, આમ બન્ને પદે જયેશભાઇ વાછાણી તપાસે હતાં તેમાં આજ રોજ જનરલ બોર્ડ મેલ જેમાં કોંગ્રેસના ઉપપ્રમુખે રાજીનામુ આપતા સર્વાનું મતે તમામ સભ્યોએ મંજુર કર્યું હતું જે પાલિકાના ઇતિહાસમાં ચકચારી ઘટના બની છે કે કોઇ ઉપપ્રમુખનું રાજીનામુ સર્વાનુમતે મંજુર થાય આ તબ્બકે ઉપપ્રમુખે શ્રી વાછાણીએ ૬ માસમાં પ્રજાઓના-પાલિકા સભ્યોના કે કર્મચારીના કામો ન થયા હોય તો સભામાં માફી માંગી હતી. નાતંદુરસ્ત તબિયતના કારણે રાજીનામુ આપ્યું સાથે પ્રમુખનો ચાર્જ પણ છોડવા રાજીનામુ કલેકટરશ્રીને આપ્યું છે ત્યારે સ્પષ્ટ બહુમતી ધરાવતી કોંગ્રેસ પાલિકામાં ભારે ઠંડીમાં રાજકારણ ગરમાવો થયો છે. માત્ર તેઓ સભ્યપદે ચાલુ રહેશે. (૮.પ) 

(11:59 am IST)