Gujarati News

Gujarati News

News of Tuesday, 8th January 2019

પોરબંદર જિલ્લા આપતિ વ્યવસ્થાપન દ્વારા પતંગ રસિકોને સાવચેતી રાખવા અનુરોધ

દુર્ધટના-આપતિમાં ડિઝારટર કંટ્રોલરૂમ ૦૨૮૬-૧૦૭૭કે ૧૦૮ ડાયલ કરો

પોરબંદર, તા.૮: આગામી મકરસંક્રાતિના તહેવારમાં પતંગ રસિકો ઉમંગભેર પતંગ ચગાવતા હોય છે. પરંતુ પતંગ ચગાવવા સાથે કોઇને નુકસાની ના થાય તેની સાવચેતી રાખવા પોરબંદર જિલ્લા આપત્ત્િ। વ્યવસ્થાપન તંત્ર દ્રારા પતંગ રસિકોને અનુરોધ કરાયો છે.

પતંગ ચગાવતી વખતે પ્લાસ્ટીક/સિન્થેટિકની તિક્ષ્ણ ચાઇનીઝ દોરી વાપરવાથી પક્ષીઓનું મૃત્યુ થઇ શકે કે માણસના શરીર પર ઉંડા જખમ પણ થઇ શકે છે. બાળકોના હાથ પગમાં દોરી વિંટળાવાથી રસ્તા પર દોરી લઇને ભાગવાથી વાહન ચાલકોને ગંભીર ઇજા પહોંચે છે. આમ વગર વાંકે કોઇને સજા ન થાય તેની કાળજી લેવી જરૂરી છે.

હિલીયમ ફુગ્ગાથી પણ સાવચેતી રાખવી જરૂરી છે. જેથી આગની શકયતાને નિવારી શકાય ઉપરાંત સિન્થેટીક વસ્તુઓ અને પ્લાસ્ટીકના ઉપયોગથી બનાવેલી તિક્ષ્ણ દોરી કે જે ચાઇનીઝ દોરી તરીકે ઓળખાય છે, તેનો ઉપયોગ પતંગ ચગાવવામાં ન કરો. આ દોરીથી પક્ષીઓ દ્યાયલ થાય છે. લોકોને તેના દ્યાની અસર તહેવારની ઉજવણી બાદ પણ લાંબા સમય સુધી રહે છે, વિજળીના તારમાં ફસાયેલા અને સબસ્ટેશનમાં પડેલ પતંગને પાછો મેળવવાની લાલચમાં ન પડશો, લુઝ કપડા ન પહેરવા, માંથે ટોપી પહેરવી, મકાનોના ગીચ વિસ્તારોમાં પતંગ ચગાવવા નહિ તેમજ ઢાળવાળી મકાનની છત હોય તેવા મકાન ઉપરથી પતંગ ન ચગાવવો, પતંગ કપાઇ જાય તો આવા મકાન ઉપરથી છત ઉપરથી પતંગ લેવા દોડવું નહિ, થાંભલામાં કે મકાનમાં ફસાયેલા પતંગને પાછો મેળવવા પથ્થર ન ફેંકવા સહિતની કાળજી રાખવી જરૂરી છે.

ઉપરાંત પતંગ ચગાવવા સાથે પ્રાથમિક સારવારની કિટ તૈયાર રાખવી, માણસો, પશુઓ અને વાહનોથી સાવચેત રહો, પતંગ ચગાવવાના ધાબાની પાળીની ઉંચાઇ પુરતી છે કે કેમ તેની ખાત્રી કરવી, માથા ઉપરથી પસાર થતા વિજળીના તારથી દુર રહેવુ, ધાબાની અગાશી કરતાં ખુલ્લા મેદાનમાં પતંગ ચગાવવાનું પસંદ કરવુ, પતંગ ચગાવતા બાળકોના વાલીઓ તેમની દેખરેખ જરૂર રાખે. ત્રણ ''સ'' યાદ રાખો સમજદારી, સદભાવ અને સાવચેતી. સવારે ૬ થી ૮ અને સાંજે પ થી ૭ ના ગાળામાં પક્ષીઓ આકાશમાં વધુ પ્રમાણમાં ઉડતા હોવાથી આ સમયે પતંગ ચગાવવાનું ટાળો. પક્ષીઓનું જીવન બચાવીએ તેમજ કોઇપણ દુર્દ્યટના / આપત્ત્િ। સમયે પોરબંદર જિલ્લા માટે ડિઝાસ્ટર કંટ્રોલરૂમના ફોન નં. ૦૨૮૬-૧૦૭૭ અને ઇમરજન્સી ટોલ ફ્રી નં.૧૦૮ પર સંપર્ક કરવો.(૨૨.૫)

(11:47 am IST)