Gujarati News

Gujarati News

News of Tuesday, 8th January 2019

જામનગરની નંદ વિદ્યા નિકેતન સ્કુલના મેદાનમાં ગુજરાત બન્યું દૈદિપ્યમાન

ઉત્સવમાં ગરવી ગુજરાતના વિવિધ નૃત્ય થકી મન મોહી લેતા વિદ્યાર્થીઓ

જામનગર તા ૮ : નયારા એનર્જી લિ. ના નેજા હેઠળ જામનગર શહેરમાં ચાલતી નંદ વિદ્યા નિકેતન સ્કુલમાં ''શુશોભીત ગુજરાત''શિર્ષક હેઠળ વાર્ષિક ઉત્સવ યોજવામાં આવ્યો હતો. ઝાકઝમકાળભર્યા રંગબેરંગી પ્રકાશ સાથેના સ્ટેજ પર વિદ્યાર્થીઓએ પોતાની કૃતિઓ વડે ગરવી ગુજરાતને ખડુ  કરી  દીધું  હતું '' તેજ તરંગો'' ની વિશેષ થીમ આધારિત અતૂલ્ય અને ભાવના વિષય પર  વિદ્યાર્થીઓએ નૃત્ય, નાટિકા સહિતની કલાવસ્તુઓ તૈયાર કરી હતી, જેને સુમધુર સંગીતના સથવારે માણી વાલીઓ આનંદ વિભોર થઇ ગયા હતા. સ્કૂલનું વિશાળ મેદાન બાળકોની ખુશાલીના કલરવ તથા વાલીઓના હર્ષનાદથી ગુંજી ઉઠયું હતું.

શિક્ષણ જગતમાં કંઇક નવો રાહ ચિંધવાની પરંપરા નંદ વિદ્યાનિકેતન સ્કુલે જાળવી રાખલ  છે, દર વર્ષે નવી વિષય  વસ્તું, નવા રૂપરંગ, પ્રસંગો, નવીધૂન, વગેરે બાબતન ે નજરમાં રાખી સ્કુલના એજયુકેશન ડીરેકટર શ્રીમતી ઉષા સી.કે. આચાર્યશ્રી રાધશ્યામ પાંડે તથાશિક્ષકગણે આ વર્ષે '' તેજના તરંગો'' ની  થીમ પર ''શુશોભિત ગુજરાત'' ''અતૂલ્ય ભારત'' અને '' ભાવના'' વિષય પર બે  દિવસીય વાર્ષિકોત્સવ ઉજવ્યો હતો.  વાર્ષિકોત્સવને નયારા એનર્જી લિ. ના ડીેરેકટરશ્રી સી મનોહરનની વિશેષ ઉપસ્થિતીમાં ખુલ્લો મુકવામાં આવ્યો હતો.

સ્કુલના મેદાન પર તૈયાર કરાયેલા રોશની, વિશાળ સ્ટેજ પર ૨૪૦૦ થી વધુ વિદ્યાર્થીઓને ેતેઓની વિવિધ કલાઓને પ્રદર્શિત કરવાની તક મળી હતી. નાના ભૂલકાઓઅ ે તેમની કાલીઘેલી ભાષા સાથે અને માધ્યમિક તથા ઉચ્ચ માધ્યમિકમાં અભ્યાસ કરતા  વિદ્યાર્થીઓએ આકર્ષક મુદ્રામાં કલા રજુ કરી હતી. ડિજીટલ સ્ક્રીન પર સરદારની વિશાળ પ્રતિમા સહિતના ગુજરાતના દ્રશ્યો એ દર્શકોને આકર્ષિત કર્યા હતા. (૩.૧)

(11:47 am IST)