Gujarati News

Gujarati News

News of Tuesday, 8th January 2019

બાબરામાં સિમેન્ટ બ્લોક રોડનું કામ સરખુ કરવા રજુઆત

બાબરાની અમરધામ સોસાયટીમાં નગરપાલિકા દ્વારા તાજેતરમાં બ્લોક રોડનુ કામ ચાલુ છે ત્યારે લતાવાસીઓ દ્વારા નબળી કામગીરી અને અધુરા કામની ફરિયાદ ચીફ ઓફિસર પંડીયાને જાણ કર્યા બાદ તેઓએ જણાવી દીધુ કે કામ જેમ ચાલે તેમ જ ચાલશે અને જો કામ રોકશો તો પોલીસમાં ફરીયાદ કરીશ. આથી અમરધામ સોસાયટીના રહીશોમાં ભારે રોષ ભભૂકી ઉઠયો છે. જીલ્લાના પ્રભારી મંત્રી આર સી ફંળદુ ને રજુઆત કરવા તજવીજ હાથ ધરી હતી. તસ્વીરમાં રોડનું કામ થઇ રહેલુ દર્શાય છે. (તસ્વીર-અહેવાલઃ દિપક કનૈયા.બાબરા)(૨૩.૯)

(11:48 am IST)