Gujarati News

Gujarati News

News of Tuesday, 8th January 2019

ધોરાજી વેગડી પાસે અજાણ્યા પુરૂષની લાશ મળી

ધોરાજી તા ૮ : ધોરાજીના વેગડી ગામ પાસે આવેલ જી.આઇ.ડી.સી. રોડ પર એક અજાણ્યો પુરૂષ પડયો હોવાની જાણ ધોરાજી માનવસેવા યુવક મંડળના ધર્મેન્દ્ર બાબરીયાને રાત્રે ર વાગ્યે જાણ થતા રાત્રે એમ્બ્યુલન્સ મારફત ભોલાભાઇ સોલંકી સહીતના વેગડી ગામ પાસ ેરોડ પર આવેલ જી.આઇ.ડી.સી. ના સામેના ભાગે અજાણ્યા મજુર જેવો લાગતો  પુરૂષને ધોરાજીની  સરકારી હોસ્પીટલ ખાતે લઇ જતા ડો. રાજબેરાએ તપાસ કરતા મરણ જાહેર કરેલ અને મરણ જનારનું કોઇ નામ સરનામુ મળીઆવેલ નથી, જેથી મરણ જનારે બ્લ્યુ કલરનું પેન્ટ અને  મહેદીં કલરનો શર્ટ પહેરેલ છે અને તેની ઉંમર આશરે ૫૫ વર્ષ  હોવાનું લાગે છે. આ અજાણ્યા  પુરૂષના વાલી વારસદારોએ ધોરાજી પોલીસ નં. ૦૨૮૨૪-૨૨૧૮૭૦ અથવા માનવ સેવા યુવક મંડળ ધોરાજી સરકારી હોસ્પીટલનો કોન્ટેકટ કરવા જણાવેલ છે. આ બનાવ અંગે ધોરાજીની પોલીસ તપાસ ચલાવી રહેલ છે. (૩.૩)

(11:45 am IST)