Gujarati News

Gujarati News

News of Tuesday, 8th January 2019

નડિયાદ, સુરત અને વડોદરામાંથી ટ્રક ચોરી કરનાર બવરૂદ્દીન અને અબ્દુલ પકડાયા

બંને શખ્સો દારૂની હેરાફેરી કરવા માટે ટ્રક ચોરતા'તાઃ વિરપુર પોલીસે પીઠડીયા પાસેથી બંનેને ચોરાઉ કારમાંથી દબોચ્યા : આઠ ટ્રક ચોર્યાની બવરૂદ્દીનની કબુલાત

વિરપુર, તા. ૮ : વિરપુર નજીક પીઠડીયા પાસે ધારેશ્વર અંકુર હોટલ પાસેથી વિરપુર પોલીસે વડોદરાના બે શખ્સોને ચોરાઉ ડમ્પર ટ્રક સાથે પકડી લીધા હતા.

બંનેે અગાઉ નડીયાદ, સુરત અને વડોદરામાંથી દારૂની હેરાફેરી કરવા માટે ટ્રક ચોર્યાની કબુલાત આપી હતી.

રાજકોટ રૂરલ એસ.પી.  બલરામ મીણાની સુચનાથી તેમજ જેતપુર ડી.વીઝના નાયબ પોલીસ અધિક્ષક  જે.એમ.ભરવાડના માર્ગદર્શન મુજબ મિલ્કત સબંધી ગુન્હાઓ અટકાવવા અને શોધી કાઢવા માટે સુચના અને માર્ગદર્શન મળેલ હોય દરમ્યાન રાજકોટ રૂરલ  કંટ્રોલ રૂમ તરફથી કંટ્રોલ ઇન્ચાર્જ એચ.સી પ્રવિણસિંહ નાઓના તરફથી વર્ધી મળેલ કે ડમ્પર ન. જીજે૧૮એયુ-૮૦૦૯ પીળા કલરનુ ધોળકાથી ચોરાયેલ છે અને પીઠડીયાની આજુબાજુ હોવાની જાણ કરતા વિરપુરનો પો.સબ.ઇન્સ વી.બી.ચૌહાણ  તથાએ. એસ.આઇ.એ.એસ.આઇ.આર.એ કાછડ તથા એલ.આર.ડી. વી.ડી.રાજપરા તથાજી.આર.ડી.ભરતભાઈ ગોપાલભાઈ ઉગરેજા,જી.આર.ડી.જયેશભાઈ બાબુભાઈ ભટ્ટી પીઠડીયા તરફ જતા પીઠડીયાથી આગળ ધારેશ્વર અંકુર હોટલ પાસે આવેલ પેટ્રોલ પમ્પ પાસે જણાવેલ નં જીજે ે૧૮એયુ-૮૦૦૯પીળા કલરનુ ડમ્પર મળી આવેલ અને તપાસ કરતા તેની સાથે એક હોન્ડાસીટી ફોરવ્હીલ રજી.નં  જીજે૬સીબી -ર૦૦૩ પણ સાથે મળી આવેલ જેમાં ડમ્પર ચાલકનુ નામ બદરુદીન મયુદીન સૈયદ /કાદરી ઉ.વ.૫૯ રહે વડોદરા આજવા રોડ એકતા નગર વાળો છે અને હોન્ડાસીટીના ચાલક અબ્દુલ અસ્લમભાઈ દીવાન/ફકીર (ઉ.વ.૩૨) (રહે વડોદરા આજવા રોડ એકતા નગર) વાળો છે અને હોન્ડાસીટી ફોરવ્હીલ રજી.નં.જીજે૬સીબી-ર૦૦૩ બદરુદીન મયુદીન સૈયદ /કાદરી નં ૧ ના નામેની છે અને બન્ને પોત પોતાના ધરેથી જણાવેલ ફોરવ્હીલમાં એક સાથે નિકળેલા હતા અને રસ્તામાં વટામણ ચોકડીથી આગળ રોડ કાંઠે પડેલ જણાવેલ ડમ્પર જે ઉઠાવી લઈ ચોરી કરી બન્ને ઈસમ એક એક વાહન ચલાવી નિકળી ગયેલા હોવાનુ જણાવેલ હતું. પુછપરછ દરમ્યાન બદરુદીન મયુદીન કાદરીએ જણાવેલ કે મે અત્યાર સુધીમાં આઠેક વખત ટ્રક વાહનોની ચોરી કરી દારુની હેરાફેરી માં ઉપયોગ કરેલ છે અને કરેલ ટ્રકોની ચોરીમાં મને નીચે જણાવેલ પોલીસ સ્ટેશનમાં પકડેલ છે જેમાં ૨૦૦૬ માં વડોદરા માંથી બે ટ્રક ની ચોરી કરી દારુની હેરાફેરીમાં ઉપયોગ કરેલ હોઇ જે ચોરીમાં મને વડોદરા પાણી ગેટ તથા વાડી ગેટ પોલીસ મથકમાં પકડાયેલ છે. નડીયાદ માંથી એક ટ્રક ચોરેલ હતો જેનો ઉપયોગ દારુની હેરાફેરીમાં ઉપયોગ કરેલ હોઇ જે ચોરીમાં મને નડીયાદ પોલીસે પકડેલ હતો.૨૦૧૮ માં સુરત માંથી એક ટ્રક ચોરેલ હતો જેનો ઉપયોગ દારુની હેરાફેરીમાં ઉપયોગ કરેલ હોઇ જે ચોરીમાં ડીડોલી પોલીસમાં પકડેલ હતો. ૨૦૦૮ વડોદરા માંથી એક ટ્રક ચોરેલ હતો જેનો ઉપયોગ દારુની હેરાફેરીમાં ઉપયોગ કરેલ હોઇ જે ચોરીમાં મને મકરપુરા (વડોદરા) પો.સ્ટે માં પકડાયો હતો આ સિવાય અન્ય દારુની હેરાફેરી માટે ત્રણેક ટ્રકની મે ચોરી કર્યાનું જણાવ્યું છે.

આ શખ્સો ગમે તે સ્થળે ટ્રક/ડમ્પર બીન વારસી પડેલ હોઇ જે વાહનમાં ડુપ્લીકેટ ચાવી લગાવી વાહન ચોરી કરેલ છે અને દારુની હેરાફેરીની સ્પ્લાય કરતા વ્યકિતઓ સાથે સંપર્ક ધરાવે છે

(11:43 am IST)