Gujarati News

Gujarati News

News of Tuesday, 8th January 2019

મોરબીમાં પાંચ લાખના જનરેટર સાથેનો ટ્રક ચોરનાર સોહિલ અને આરીફ પકડાયા

મોરબી તા. ૮ : મોરબી તાલુકા પોલીસની ટીમે ઘૂટું ગામના સ્મશાન નજીકથી ટ્રકમાં જનરેટર લઇ જતા ત્રણ શખ્સોને ઝડપી લઈને તપાસ આદરી હતી જેમાં આરોપીઓએ રાજકોટથી જનરેટર ચોરી કરી હોય ત્રણેય આરોપીની પોલીસે અટકાયત કરી છે.

ઙ્ગમોરબી જીલ્લા એસપી ડો. કરનરાજ વાઘેલા અને ડીવાયએસપી બન્નો જોશીના માર્ગદર્શન હેઠળ તાલુકા પીએસઆઈ એસ એ ગોહિલની ટીમના મહિપતસિંહ જાડેજા, જુવાનસિંહ ઝાલા, હિતેશભાઈ ચાવડા, અશોકભાઈ ખાંભરા, અમિતભાઈ વાસદડિયા, ઉજવલદાન ગઢવી, કિર્તીસિંહ જાડેજા અને શકિતસિંહ જાડેજા સહિતની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન ઘૂટું સ્મશાન પાસે ત્રણ ઈસમો ટાટા ટ્રક નં જીજે ૦૩ ઈએ ૯૧૬૩ જેમાં જનરેટર રાખેલ હોય અને ટ્રક તથા જનરેટર અંગે પૂછપરછ કરતા ગલ્લા તલ્લા કરવા લાગ્યા હતા.

જેને પગલે તાલુકા પોલીસે આરોપી સોહિલ ઉર્ફે સોયબ અનવર (ઉ.વ.૧૯) રઘુવીરસિંહ ખુમાનસિંહ જાડેજા (ઉ.વ.૧૯) અને આરીફ મહોમદ સોરા (ઉ.વ.૧૯) રહે ત્રણેય રાજકોટવાળાને અટકાયતમાં લઈને શંકાસ્પદ મુદામાલ જપ્ત કર્યો હતો અને પોકેટ કોપ એપ્લીકેશનની મદદથી આરોપીનો ગુનાહિત ઈતિહાસ તપાસતા આરોપી આરીફ મહમદ સોરા અગાઉ રાજકોટ શહેર બી ડીવીઝન પોલીસ મથકમાં ગંભીર ગુન્હામાં સંડોવાયેલ હોવાનું ખુલ્યું હતું અને વાહન માલિક અંગે સર્ચ કરતા ટાટા ટ્રક માલિક જીગ્નેશ પ્રફુલચંદ્ર દોશી (રહે. જાગનાથ પ્લોટ રાજકોટ)નું હોવાનું ખુલતા ત્રણેય આરોપીની આગવી ઢબે પૂછપરછ કરતા ત્રણેય ઇસમોએ પાંચથી છ દિવસ પૂર્વે રાજકોટના કાલાવડ રોડ પરની સીમ સીઝન્સ હોટલના ગ્રાઉન્ડમાંથી ટ્રક જનરેટર સાથે ફીટીંગ કરેલ હતું જે ચોરી કરી લાવ્યા હોય અને ભંગારમાં વેચી નાખવાની પેરવી કરતા હોવાની કબુલાત આપી હતી તાલુકા પોલીસે ત્રણેય ઈસમોની અટકાયત કરી ટ્રક અને જનરેટર સહીત પાંચ લાખનો મુદામાલ જપ્ત કરી રાજકોટ જીલ્લાના લોધિકા પોલીસ મથકનો ગુન્હો ડિટેકટ કરવામાં સફળતા મળી છે.(૨૧.૧૩)

(11:42 am IST)