Gujarati News

Gujarati News

News of Tuesday, 8th January 2019

વંથલી ગુરૂકુળમાં સ્વામિનારાયણ ભગવાનનો શાકોત્સવ સંપન્ન

હજારો ભકતોએ પ્રસાદ - દેવ પ્રસાદજી સ્વામીની અમૃતવાણીનો લાભ લીધો

માણાવદર, તા.૮: વંથલી ગુરૂકુળ મંદિરે દર વર્ષની જેમ જ ભગવાન સ્વામિનારાયણનો ઐતિહાસિક શાકોત્સવ યોજાયો હતો.

વંથલી ગુરૂકુળના સંત શ્રી દેવપ્રસાદજી સ્વામીએ ભકતજનોને અમૃતવાણી સાથે આર્શીવચન પાઠવી જણાવેલ કે હરિભકતોને  શ્રીહરિ નજીક રહેવાથી તમામ પાપ નાશ થાય તથા સદા સુખી રહેવાય.

આ ઐતિહાસિક શાકોત્સવમાં હજારો હરિભકતો અનેક શહેરોમાંથી ઉમટી પડતાં મંદિર તથા પ્રાર્થના ખંડ ચકકાજા થયો હતો.

આ પ્રસંગે ગુરૂકુળના સ્કૂલના વિદ્યાર્થીઓએ ભકિત સાથે ભજન અને સાંસ્કૃતિક કાર્યક્રમો રજુ કરીને ભકતજનોને મંત્રમુગ્ધ કરી દીધા હતાં. કાર્યક્રમનું સંચાલન શ્રી પ્રેમસ્વરૂપ સ્વામીજીએ કર્યુ હતું. શ્રી દેવપ્રસાદજી ગુરૂ જોગીસ્વામીજીનું પ્રવચન મનનીય રહ્યું હતું.

(11:41 am IST)