Gujarati News

Gujarati News

News of Tuesday, 8th January 2019

તળાજામાં એલ.આર.ડી. પરીક્ષાર્થીઓને ભાવતા ભોજન કરાવી શુભેચ્છા પાઠવાઇ

મુસ્લિમ - કોળી સમાજે કોમી એખલાસના દર્શન કરાવ્યા

તળાજા તા. ૮ : તળાજા શહેર અને આસપાસના ગામડાઓ ની શાળાઓમાં એલ આર ડી ની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓને કોઈ જાતની અગવડતા ન પડે તે માટે મુસ્લિમ અને કોળી સમાજ દ્વારા આ વખતે સરાહનીય કહી શકાય તેવું આયોજન કરવામાં આવ્યું હતું. તમામ ઉમેદવારોને રાત્રી રોકાણ, કાઠિયાવડી ભોજન , સવારનો નાસ્તો કરાવીને પરીક્ષા કેન્દ્ર સુધી વાહનો દ્વારા પહોંચતા કરવાની માનવીય ઉમદા ફરજ બજાવી ને તળાજામાં કોમી એખલાસતા અને ભાઈચારાના દર્શન કરાવ્યા હતા.

મુસ્લિમ સમાજના આગેવાન આયુબભાઈ દસડીયાએ જણાવ્યૂ હતું કે રવિવારે સવારે પરીક્ષા હોય દૂર દૂર થી આવતા તમામ સમાજઙ્ગ અને જ્ઞાતિ ના ભાઈઓ બહેનો માટે મહાકાળી મંદિરનો હોલ ભાડે રાખવામાં આવ્યો હતો. રાત્રી રોકાણ સાથે તમામને તળાજા વિસ્તારનું સ્વાદિષ્ટ ભોજન ઓળો રોટલો સાથે શુભેચ્છાઓ સાથે મીઠાઈ અદડીયો પણ પીરસવામાં આવ્યો હતો. સવારે તમામ પરિકક્ષાર્થીઓને જયાં પરીક્ષા કેન્દ્ર હોય અને વાહનની સગવડ નહોય તે તમામ ને કેન્દ્રો સુધી પહોંચાડવાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.

એ જ રીતે તળાજા કોળી સમાજ દ્વારા પણ શાકમાર્કેટ માં આવેલ સમાજની વાડીમાં તમામ જ્ઞાતિ સમાજના લોકોને આખા રીંગણાનું શાક રોટલા સહિત તળાજાના પ્રખ્યાત સ્વાદિષ્ટ વ્યંજન પીરવામાં આવ્યા હતા. ઝવેરભાઈ ચુડાસમાના જણાવ્યા પ્રમાણે ભાવથી બધાને ભોજન પીરસી સવારે નાસ્તો કરવી પરીક્ષા કેન્દ્રો પર પહોંચતા કરવાની સુવિધાઓ પુરી પાડી હતી.

સમાજલક્ષી કાર્યક્રમો સીમિત બન્યા છે ત્યારે તળાજા ના મુસ્લિમ અને કોળી સમાજ દ્વારા પ્રેરણાદાયી ફરજ નિભાવી હતી.તળાજા ની મહેમાનગતિ માણનાર એપણ લાગણી સભર આખો એ તળાજા નો ભાઈચારો કરેલી મદદ કદી નહિ ભૂલીએ તેમ જણાવ્યું હતું.(૨૧.૧૩)

(11:41 am IST)