Gujarati News

Gujarati News

News of Tuesday, 8th January 2019

ભાવનગરમાં અપરાધ તપાસ માટે પોલીસ અધિકારીઓ માટેની તાલીમ શિબિર યોજાઇ

ભાવનગર, તા.૮:  આ તાલિમમાં ભાવનગર વિભાગ અને જીલ્લા પોલીસના સ્થાનિક ગુન્હા શોધક  તથા પોલીસ સ્ટેશનોમાં ફરજ બજાવતા અધિકારીઓને સાયબર અપરાધ તપાસ બાબતે જાણકારી અને કૌશલ્ય પુરુ પાડવાના ઇરાદાથી તા.૦૭/૦૧/૨૦૧૯ના રોજ કોન્ફરન્સ હોલ, પોલીસ અધિક્ષકશ્રીની કચેરી, જીલ્લોઃ ભાવનગર ખાતે સાયબર અપરાધ તપાસ બાબતે ૧-દિવસીય તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવેલ અને સદર તાલીમ શિબિરમાં ડો. ચિંતન પાઠક, સુરત શહેર અને શ્રી સ્નેહલ વકીલના, રહે.સુરત શહેરનાઓ નિષ્ણાંત વકતા  તરીકે ઉપસ્થિત રહેલ. સદર તાલીમ શિબિરમાં પોલીસ અધિક્ષક, જીલ્લોઃ ભાવનગર,  ભાવનગર વિભાગના અધિકારીઓ તથા અમરેલી, ભાવનગર અને બોટાદ જીલ્લાનાં અધિકારીઓ મળી ૬૫-PI/PSI/HC/PC ઉપસ્થિત રહેલ હતા. સદર તાલીમ શિબિરમાં સાયબર કાયદો અને કાર્યપધ્ધતિ, ઝડતી અને કબ્જો  જેવા સાયબર અપરાધો અને આવા બનાવોની તપાસ વિગેરે બાબતે વિસ્તૃત જાણકારી આપવામાં આવેલ.(૨૨.૮)

(11:40 am IST)