Gujarati News

Gujarati News

News of Tuesday, 8th January 2019

ગારીયાધારના અકસ્માતની અજાણ્યા ઇસમ સામે ફરીયાદ

માતા-પુત્ર-પુત્રી ત્રણેય હજુ સારવાર હેઠળ

ભાવનગર તા ૮ : વાવ પ્લોટ ચોકડી પાસે સર્જાયેલા મેજીક વાહને ટુવ્હીલર વાહનને હડફેટે લઇને ગંભીર રીતેઇજાઓ પહોંચાડી હતી, જે બાબતે ગારીયાધાર પોલીસ મથકે ફરીયાદ નોંંધાઇ હતી.

આઅંગેની પ્રાપ્ત માહીતીમુજબ દર્શનભાઇ દિલીપભાઇ પરમાર (ઉ.વ.૧૫) વાવ પ્લોટ, ગારીયાધાર વાળાએઅજાણ્યા મેજીક વાહન ચાલકે બેફીકરાઇથી પોતાનું વાહન ચલાવી માણસના જીવ જોખમાઇ તે રીતે વાહન ચલાવી અકસ્માત કર્યાની ફરીયાદ નોંધાવી હતી. જેની આઇપીસી કલમ ૨૮૯,૩૩૭, ૩૩સી હેઠળ ગુન્હો નોંધી તપાસ પી.એસ.આઇ. એમ.પી. પંડયા ને સોપવામાં આવી હતી

(11:40 am IST)