Gujarati News

Gujarati News

News of Tuesday, 8th January 2019

જૂનાગઢમાં ટ્રેડ યુનિયન દ્વારા ધરણા

જુનાગઢ તા.૮: દેશવ્યાપી કામદાર કર્મચારીની બે દિવસ હડતાલમાં ર૦ કરોડ લોકો ભાગ લેશે તેના ટેકામાં સેન્ટર ઓફ ઇન્ડીયાના ટ્રેડ યુનિયન સીટુના હોદ્દેદારોએ બે દિવસ ધરણાના ટેકામાં ઝાંસીની રાણી ચોકમાં ૧૧ થી ૩૦ સુધી ધરણા બે દિવસના શરૂ કરેલ છે.

સેન્ટર ઓફ ઇન્ડીયા ટ્રેડ યુનિયન સીટુના ગુજરાત ઉપાધ્યક્ષ બટુકભાઇ મકવાણા, જુનાગઢ જીલ્લા મહામંત્રી જીસાનભાઇ હાલેપોત્રા જણાવે છે કે તા.૮ના કામદારો - કર્મચારીઓની દેશવ્યાપી હડતાલમાં ર૦ કરોડ ઉપરાંત કામદારો, કર્મચારીઓ, સેવાર્થીઓ જોડાશે. તેના ટેકામાં સેન્ટર ઓફ ઇન્ડીયા ટ્રેડ યુનિયન સીટુ લાલવાવટા તથા રાષ્ટ્રીય ટ્રેડ યુનિયનો સાથે સંકળાયેલ કામદારો, કર્મચારીઓ હડતાલમાં જોડાશે અને જુનાગઢ ખાતે ઝાંસીની રાણીની પ્રતિમા પાસે ૧૧ થી ૧-૩૦ કલાક બે દિવસ ધરણા કરી વર્ષો જુની કામદાર-કર્મચારીઓની દેશ વ્યાપી માંગને ટેકો આપેલ છે. (૧૧.૪)

(11:39 am IST)