Gujarati News

Gujarati News

News of Tuesday, 8th January 2019

માળિયા ઉચાપત કેસમાં ઇન્ચાર્જ ચીફ ઓફિસર સહિત નવ આરોપી રિમાન્ડ પર

 મોરબી તા. ૮ : મોરબી એસીબીના ઇન્ચાર્જ પીઆઈ એમ બી જાનીએ માળિયા પાલિકાના ઉચાપત કેસમાં ફરિયાદી બનીને ફરિયાદ નોંધાવી છે.

જેમાં માળિયા પાલિકાના ઇન્ચાર્જ ચીફ ઓફિસર એમ એમ સોલંકી પાલિકાના કર્મચારી સુભાન અલારખા મેર, અને અબ્દુલ કાદર ઇલીયાસ કટીયા તેમજ તત્કાલીન પાલિકા પ્રમુખ અબ્દુલ હુસેન મોવર રહે માળિયા તેમજ મળતિયાઓ સલમાન હુસેન સંઘવાણી, દીલાવર ઇસુબ જામ, હનીફ જુસબ કટીયા, અલ્લારખા ઓસામણ જેડા રહે. બધા માળિયા અને પોપટ દેવજી ધોળકિયા રહે. મોરબી વાળા એમ નવ આરોપીઓએ મળીને ઙ્ગમાળિયા નગરપાલિકામાં ઇન્ચાર્જ ચીફ ઓફિસર સોલંકીએ ૧૮/૪/૧૮ થી ૧૩/૫/૧૮ દરમ્યાન પાલિકા પ્રમુખ અને બે કર્મચારી સાથે મળીને વર્ષ ૨૦૧૫/૧૬ મા રોડ રસ્તા ના કામ નહી કરી, આવા કામ કર્યા અંગે અન્ય મળતિયાઓ સાથે મળીને તેઓના નામના ખોટા બીલ રૂ.૧,૦૮,૧૨,૫૯૫ના બનાવી ખોટા દસ્તાવેજો બનાવી, ખરા તરીકે ઉપયોગ કરી, સતાનો દુરઉપયોગ કરી, સરકારી નાણાની ઉચાપત કર્યાની ફરિયાદ નોંધાવી હતી જે ઉચાપત કેસમાં આજે ઇન્ચાર્જ ચીફ ઓફિસર સહિતના નવ આરોપી ને કોર્ટમાં રિમાન્ડની માંગણી સાથે રજુ કરવામાં આવતા તમામને એક દિવસના પોલીસ રિમાન્ડ પર સોંપવામાં આવ્યા છે.(૨૧.૧૪)

(11:39 am IST)