Gujarati News

Gujarati News

News of Tuesday, 8th January 2019

ધોરાજીના પ્રણામી મંદિરમાં ૪ બુકાનીધારી ત્રાટકયાઃ પ૩ હજારની લૂંટ

પ્રણામી ધર્મના મંદિર ઉપર લુંટારૂ ગેંગના હુમલા અને લુંટ બાદ આશ્રમમાં રહેતા ૭૧ વર્ષના સાધ્વી પર જીવલેણ હુમલોઃ નરસંગ ટેકરીના મહંતની હત્યા બાદ ફરી પ્રણામી મંદિર અને પાંજરાપોળને લુંટારૂ ગેંગએ નિશાન બનાવ્યું

ધોરાજીઃ ધોરાજીની જમનાવડ રોડ ઉપર આવેલા પ્રણામી ધર્મના મંદિરમાં લુંટારૂ ગેંગ ત્રાટકી ૭૧ વર્ષના સાધ્વીજી ઉપર ૪ શખ્સો બુકાની ધારીઓએ મંદિરમાં પ્રવેશી સાધ્વીજીનું ગળુ દબાવી જીવલેણ હુમલાનો પ્રયાસ કરી રૂ. પ૩,૩૦૦ ના સોના-ચંાંદીના અને રોકડ રકમની લુંટ ચલાવી નાસી ગયા હતા. બાદ ગંભીર રીતે ઘવાયેલા સાધ્વીજીએ હોસ્પીટલમાં સારવાર લેતા અને પોલીસ ફરીયાદ કરતા અંતે ઇન્ચાર્જ પીઆઇ જે.બી.મીઠાપરા, પીએસઆઇ એચ.એ. સોલંકીએ તાત્કાલીક હોસ્પીટલ ખાતે પહોંચી સાધ્વીજીની ફરીયાદ લઇ તપાસ હાથ ધરેલ છે.

પ્રાપ્ત માહીતી મુજબ ધોરાજીના જમનાવાડ રોડ- સાંદીપની સ્કુલની બાજુમાં આવેલ પ્રણાણી મંદિરમાં ગઇ તા.૩ ને વ્હેલી સવારે ૪ જેટલા અજાણ્યા બુકાનીધારી શખ્સોએ મંદિરમાં પ્રવેશી ત્યાં રહેતા ૭૧ વર્ષીય સાધ્વી અમ્રીતા માતાજી જે રૂમમાં સુતા હતા ત્યાં પ્રવેશી માતાજી ઉપર ચારદ ઓઢાડી ઉપર બેસી જઇ બુકાનીધારી શખ્સે માતાજીનું ગળુ દબાવી મારી નાખવાનો પ્રયાસ કરેલ અને માતાજી પાસેથી કબાટની ચાવી અને મોબાઇલ ફોન લઇ કબાટમાં રહેલા સોના-ચાંદીના દાગીના અને રોકડ રૂા૧પ૦૦૦ અને માતાજીએ હાથમાં પહેરેલ સોનાના પાટલા અને ઘડીયાલની લુંટ ચલાવી અને સાધ્વી અમ્રીતા માતાજીને વાસામાં હાથ-પગમાં લાકડી વડે માર મારી ગંભીર ઇજા પહોંચાડેલ અને ટોટલ રૂ). પ૩,૩૦૦ નો મુદામાલની લુંટ ચલાવી નાસી ગયેલ.

બાદ સાધ્વી અમ્રીતા માતાજી શિષ્યા પુત્રી સાધ્વી નિર્મલાદેવી ઉતરપ્રદેશથી તાત્કાલીક ધોરાજી આવતા માતાજીને દવાખાને ખસેડી સારવાર અપાવી પોલીસ ફરીયાદ કરેલ.

આ સમયે ધોરાજીના ઇન્ચાજી પીઆઇ જે.બી.મીઠાપરા, પીએસઆઇ એસ.એ. સોલંકી, રવજીભાઇ હાપલીયા(રાયટર) વિગેરે તાત્કાલીક હોસ્પીટલ ખાતે સાધ્વીજીની ફરીયાદ લઇ આરોપીને ઝડપી લેવા ચક્રો ગતીમાન કર્યા છે અને બનાવ અંગે જીલ્લા પોલીસ વડા અને વિભાગીય પોલીસ વડાને જાણ કરેલ છે.

ધોરાજી પોલીસ સ્ટેશનમાં ૧૩૦ સ્ટાફના સેટઅપ સામે માત્ર ૫૧ પોલીસ, પીઆઈની જગ્યા ખાલી...

ધોરાજી પોલીસ સ્ટેશનમાં વર્ષો જૂના ૧૩૦ સ્ટાફના સેટઅપ સામે માત્ર ૫૧ પોલીસ કર્મચારીઓ છે એમા પણ પીઆઈની જગ્યા ખાલી છે અને કોર્ટ, ટ્રેઝરી, જેલ, ટ્રાફીક, પીએસઓ અને બહારગામ વીઆઈપી બંદોબસ્તમા પોલીસ મોકલે એટલે ધોરાજીમાં તમામ ધર્મસ્થાનો અને ગામ - તાલુકો ભગવાન ભરોસે... તમામ બાબતોને ધ્યાનમાં રાખી જીલ્લા પોલીસ વડા તાત્કાલીક ધોરાજીમાં ખાલી જગ્યાઓ તાત્કાલીક વગેરે એવી માંગણી ઉઠી છે.

ધોરાજીમાં ધર્મ સ્થાનો સુરક્ષીત રાખવાની એસપીએ આપેલ ખાત્રી બાદ લુંટારૂ ગેંગનો પોલીસને પડકાર

ધોરાજીના જામકંડોરણા રોડ ઉપર આવેલ નરસંગ મંદિરના મહંતની હત્યા નિપજાવેલ ત્યારે જીલ્લા પોલીસ વડા મીના ધોરાજી ખાતે આવેલ અને નાઇટ પેટ્રોલીંગ વધારવાની ખાત્રી આપ્યા બાદ ઓછા પોલીસ સ્ટાફને કારણે જમનાવડ રોડ ખાતે આવેલ પ્રણામી મંદિરમાં મહિલા સાધ્વીને નિશાન બનાવી  લુંટ ચલાવી નાસી ગયાએ પોલીસ માટે મોટો પડકાર સમાન છે.

(11:39 am IST)