Gujarati News

Gujarati News

News of Tuesday, 8th January 2019

પીપળીયામાં એમપીની કિરણે ફાંસો ખાધોઃ જીવ બચી ગયો

ગુજરી ગયેલા દાદી સપનામાં આવતાં હોવાનું રટણ

ગોંડલના પીપળીયા ગામે ફાલકન ફેકટરી પાસે પરિવાર સાથે રહેતી મુળ મધ્યપ્રદેશની કિરણ રામલાલ મંડોલીયા (ઉ.૧૯)ને સાંજે ઘરમાં પંખાના હુકમાં ચુંદડી બાંધી ગળાફાંસો ખાઇ લીધો હતો. જો કે પરિવારજનો અને પડોશી જોઇ જતાં તાકીદે નીચે ઉતારી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડી હતી. અહિ તેનો જીવ બચી ગયો હતો અને હોસ્પિટલમાંથી રજા અપાઇ હતી. તે બે ભાઇ અને બે બહેનમાં ત્રીજી હતી. ગુજરી ગયેલા દાદીમા સપનામાં આવતાં હોવાથી આમ કર્યાનું તેણીએ રટણ કર્યુ હતું. શાપર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. (૧૪.૫)

(11:28 am IST)