Gujarati News

Gujarati News

News of Tuesday, 8th January 2019

જેતપુરમાં સફાઇ કામદાર જીતેન્દ્રભાઇ વાલ્મિકીને દિલાવરે ધોકાથી માર માર્યોઃ કોણી ભાંગી ગઇ

રાજકોટ સિવિલમાં સારવાર હેઠળઃ પોલીસે એટ્રોસીટી એકટ હેઠળ ગુનો નોંધ્યો

રાજકોટ તા. ૮: જેતપુરના કણકીયા પ્લેટમાં જસ્મીન ટોકિઝ પાછળ વાલ્મિકી વાસમાં રહેતાં અને પાલીકામાં સફાઇ કામદાર તરીકે કામ કરતાં જીતેન્દ્રભાઇ રામજીભાઇ ચુડાસમા (ઉ.૪૫) નામના વાલ્મિકી આધેડને જેતપુર નવાગઢ નગરપાલિકાની ઓફિસ સામે સફાઇ કામ કરતાં હતાં ત્યારે નવાગઢના દિલાવર ઉર્ફ દિલો દાદાભાઇ નામના મુસ્લિમ શખ્સે ધોકાથી માર મારી માથામાં તેજમ વાંસાના ભાગે ઇજા કરી તેમજ ડાબા હાથ, જમણા પગે પણ માર મારતાં અને ડાબા હાથની કોણી ભાંગી નાંખતા સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.

જીતેન્દ્રભાઇના કહેવા મુજબ પોતે સફાઇ કામ કરવા ગયા ત્યારે દિલાવર ઉર્ફ દિલાએ તું કેમ નિયમિત સફાઇ કામ કરવા આવતો નથી? તેમ કહી ગાળો દઇ જ્ઞાતિ પ્રત્યે હડધુત કરતાં તેને ગાળો બોલવાની અને જેમ તેમ બોલવાની ના પાડતાં તે ઉશ્કેરાઇ ગયો હતો અને ધોકાથી હુમલો કરી બેફામ મારકુટ કરી હતી.

જેતપુર ડીવાયએસપી એસ. એસ. મહેતાની રાહબરીમાં જેતપુર સીટી પોલીસે જીતેન્દ્રભાઇની ફરિયાદ પરથી દિલાવર ઉર્ફ દિલા સામે આઇપીસી ૩૨૩, ૩૨૫, ૨૯૪ (ખ), એટ્રોસીટી એકટની કલમ તથા ૩૭ (૧) ૧૩૫ મુજબ ગુનો નોંધી વિશેષ તપાસ હાથ ધરી છે. (૧૪.૫)

(11:27 am IST)