Gujarati News

Gujarati News

News of Tuesday, 8th January 2019

જસદણ પાલિકાએ લોકજાગૃતિ માટે સ્વચ્છતા રથ ગામમાં ફેરવ્યો

જસદણ તા. ૮ : સ્વચ્છતા સર્વેક્ષણ ૨૦૧૯ને લઈને સ્વચ્છતા રથનું જસદણ શહેરમાં આગમન થયું હતું. આ રથ જસદણ શહેરના ફાયર સ્ટેશન ખાતે પહોંચ્યા બાદ નવા બસસ્ટેશન, આંબલીચોક, સરદારચોક, મોતી ચોક, જુના બસસ્ટેશન વગેરે વિવિધ શેરી-વિસ્તારમાં પણ ફર્યો હતો. આ સ્વચ્છતા રથની એલઈડી સ્ક્રીન વડે લોકોમાં સ્વચ્છતાને લઈને જાગૃતતા આવે તેવા હેતુથી સ્વચ્છતા સાથેના સંદેશથી લોકોને માહીતગાર કરાયા હતા.ઙ્ગ

આ તકે પાલિકાના સુધરાઈ સભ્યો સહીત તમામ લોકોએ સ્વચ્છતા સર્વેક્ષણ ૨૦૧૯ અભિયાનમાં જસદણને સ્વચ્છ બનાવવાના શપથ લીધા હતા.

આ કાર્યક્રમમાં શહેરીજનો અને જસદણ નગરપાલિકાના પ્રમુખ જીજ્ઞેશભાઈ હીરપરા, ઉપપ્રમુખ પ્રતિનિધિ પંકજભાઈ ચાંવ, ચીફ ઓફીસર પી.એસ.ચૌહાણ, સેનેટરી ઇન્સપેકટર રાયધનભાઈ બોરિચા, પ્રદીપભાઈ ચોહલીયા, હેડકલાર્ક સંજયભાઈ ડાભી, શોપ ઇન્સપેકટર પ્રતાપભાઈ સોલંકી, સમાજ સંગઠક હર્ષદભાઈ ઉપાધ્યાય, ઈન્ટર્નલ ઓડીટર મનુભાઈ ધાધલ સહિતના પાલિકાના સદસ્યો અને કર્મચારીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ તકે જસદણ નગરપાલિકા પ્રમુખ, ઉપપ્રમુખ, ચીફ ઓફીસર અને પાલિકાના સુધરાઈ સભ્યો સહીત જસદણ ને સ્વચ્છ બનાવવાના શપથ લીધા હતા.ઙ્ગ

સ્વચ્છ ભારત મીશન-૨૦૧૯ અંતર્ગત સ્વચ્છતા સર્વેક્ષણ થવા જઈ રહ્યુ છે તેમાં જસદણ ને અમો વધુ સ્વચ્છઙ્ગ બનાવશું તેમ ચીફ ઓફિસરે જણાવ્યું હતું.

આ સ્વચ્છતા અભિયાન અંગે ચીફ ઓફીસરે એવુ જણાવ્યું હતું કે, સ્વચ્છ ભારત મીશન અંતર્ગત સ્વચ્છતા સર્વેક્ષણ થવા જઈ રહ્યુ છે. ત્યારે આ વખતે જસદણ નગરપાલિકા સ્વચ્છતા સર્વેક્ષણમાં ગત વર્ષ કરતા સારૂ અને પ્રદર્શન કરી વધારે સારા નંબર સાથે આગળ આવશે.(૨૧.૪)

(10:14 am IST)