Gujarati News

Gujarati News

News of Tuesday, 8th January 2019

પાલીતાણાના વીરપુરના મકાનમાંથી ઇંગ્લિશ દારૂના જથ્થા અજય ગોહેલને ઝડપી લેતી ભાવનગર એસ.ઓ.જી. પોલીસ

 

ભાવનગર :જિલ્લાના પાલીતાણા તાલુકાના વીરપુરના રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂનો બોટલ સહીત 12,800ના મુદામાલ સાથે આરોપી અજય પ્રેમજીભાઈ ગોહેલને ભાવનગર એસઓજી પોલીસે ઝડપી લીધો છે

  અંગેની વિગત મુજબ ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષક પી.એલ.માલએ જિલ્લામાંથી દારૂ જુગારની બધી નાબૂદ કરવા હાથ ધરેલ ઝુંબેશના ભાગ રૂપે એસ..જી. શાખાના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર  સુચનાથી  એસ..જીના  પોલીસ કોન્સ. હારિતસિંહ ચૌહાણ, હેડ કોન્સ. જગદીશભાઇ મારુને મળેલ સંયુક્ત બાતમી આધારે  અજયભાઈ પ્રેમજીભાઈ ગોહિલ રહેવાસી વીરપુર (તા. પાલીતાણા જી. ભાવનગર ) ના રહેણાંકી મકાનમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ - ૨૬ કિંમત  ૭૮૦૦ તથા મોબાઈલ ફોન- મળી કુલ રૂપિયા ૧૨૮૦0 ના મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડી તેના વિરુધ્ધમાં પ્રોહી એકટ તળે કાર્યવાહી કરી ધરપકડ કરી તેના વિરુધ્ધ માં એસ..જી.ના હારિત સિંહ ચૌહાણ   પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી ગુન્હો રજીસ્ટર કરાવેલ છે.

  કામગીરીમાં એસ..જી.ના પોલીસ ઇન્સપેકટર સાહેબની સુચનાથી  હેડ કોન્સ. જગદીશભાઇ મારું તથા પોલીસ કોન્સહારીતસિંહ ચૌહાણ તથા નીતિનભાઈ ખટાણા તથા મુકેશભાઈ પરમાર  તથા ડ્રાઈવર પરેશભાઈ પટેલ જોડાયા હતા

(11:46 pm IST)