Gujarati News

Gujarati News

News of Tuesday, 8th January 2019

વાંકાનેરમાં લાખોના દારૂ દરોડા પ્રકરણમાં પીએસઆઈ સહીત ચાર પોલીસ સસ્પેન્ડ

 

વાંકાનેર પંથકમાં આર આર સેલની ટીમે દરોડો  લાખોનો મુદામાલ ઝડપી લીધા બાદ મસમોટા દારૂના દરોડામાં વાંકાનેર સીટી પીએસઆઈ સહીત ચારને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે

  વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એક પીએસઆઈ સહીત ચાર પોલીસ કર્મીને સસ્પેન્ડ કરવાનો આદેશ જીલ્લા પોલીસવડાએ આપ્યો છે વાંકાનેરના રાતીદેવડી ગામે થી આર આર સેલની ટીમેં દરોડો પાડી ૮૦૦ પેટી વિદેશી દારૂના જથ્થા ઉપરાંત વાહનો સહીત કુલ ૪૮ લાખથી વધુનો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો હતો જેને પગલે વાંકાનેર સીટી પીએસઆઈ એમ.જે.ધાધલ,  તેમજ પોલીસ કર્મચારી નરશીભાઈ પારઘી, બીટ જમાદાર વિઠ્ઠલભાઈ સારદીયા અને કોન્સ્ટેબલ મનોજભાઈને જીલ્લા એસપીએ સસ્પેન્ડ કર્યા છે

(8:48 am IST)