Gujarati News

Gujarati News

News of Saturday, 7th December 2019

માળિયામાં ધાક ધમકીના ગુન્હામાં ત્રણ વર્ષથી વોન્ટેડ આરોપી વડોદરાના શિનોરથી ઝડપાયો

સ્કવોડ રાજકોટ રેંજ ટીમે આરોપી ભુપતભાઇ સવાભાઇ ઠાકોરને દબોચી લીધો

 

માળિયા પોલીસ મથકમાં ધમકીના ગુન્હામાં ત્રણ વર્ષથી નાસતો ફરતો આરોપીને ઝડપી લેવા કાર્યરત નાસતા ફરતા સ્કવોડ રાજકોટ રેંજ ટીમે વડોદરાના શિનોરથી ઝડપી લીધો છે

રેન્જમાં અલગ-અલગ ગુન્હાઓમાં નાસતા-ફરતા આરોપીઓને પકડી પાડવા રાજકોટ રેન્જના ડી.આઇ.જી.પી. સંદીપસિંહ દ્રારા રેન્જમાં એક સ્પેશીયલ સ્કવોડ બનાવવામાં આવેલ છે અને તે સ્કવોડના પીએસઆઈ જે.એસ. ડેલાના માર્ગદર્શન હેઠળ ટીમના મદારસિહ મોરી, ભગવાનભાઇ ખટાણા તથા મહાવીરસિહ પરમાર દ્વારા માળીયા (મી.) પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ બીભત્સ ગાળો તથા ધમકી આપવાના ગુનામાં ગુનો બન્યા બાદથી એટલે કે છેલ્લા ત્રણ() વર્ષથી નાસતા-ફરતા આરોપી ભુપતભાઇ સવાભાઇ ઠાકોર (રહે.મુળ ઝીંઝુવાડા તા.પાટડી જી.સુરેન્દ્રનગ હાલ- કુકસ ગામ તા.શીનોર જી.વડોદરા) ને શીનોર ગામેથી ઝડપી લઈને માળિયા પોલીસ મથકને સોપવા તજવીજ હાથ ધરી છે .

(11:54 pm IST)
  • વાગડમાં ફરી ૩ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો :ભચાઉથી ૧૩ કિલોમીટર દૂર આંચકાનું નોંધાયું કેન્દ્રબિંદુ: પરોઢે સવા ૩ વાગ્યાના અરસામાં ધ્રુજી ભચાઉ આસપાસની ધરા access_time 10:58 pm IST

  • કચ્છ ભાજપના નેતા જયંતિ ભાનુશાલી હત્યા કેસનો મામલો: ઝડપાયેલ ૧૨મો આરોપી નિખિલ થોરાટ ગળપાદર જેલ હવાલે access_time 10:57 pm IST

  • હજુ એક રાહત પેકેજ આવશેઃ નિર્મલા સીતારામન : અર્થતંત્રને દોડતું કરવા વધુ એક રાહત પેકેજ આવશે સરકાર તેના પર કામ કરી રહી છે. નાણામંત્રી સીતારામનનો નિર્દેશઃ જીએસટીના રેટ અને સ્લેબમાં પણ ફેરફાર થશે. access_time 3:45 pm IST