Gujarati News

Gujarati News

News of Saturday, 7th December 2019

માલદીવ ટાપુ નજીક ભયંકર તોફાનમાં ફસાયેલા અને મોતનું તાંડવ નજીક થી જોયેલા ૧૪ માછીમારો આજે મુન્દ્રા બંદરે પહોંચ્યા

કોસ્ટ ગાર્ડે બચાવેલા આ ૧૪ માછીમારોમાં ૨ કેરાલાના અને ૧૨ માછીમારો તામિલનાડુના છે, કોચીથી પહોંચ્યા કચ્છ

ભુજ, તા.૭:  અરબી સમુદ્રમાં વાવાઝોડામાં ફસાયેલા ૧૪ માછીમારો આજે મોડી રાત્રે ૨ વાગ્યે કોસ્ટગાર્ડની ૪૦૩નંબરની શીપ માં મુન્દ્રા બંદરે આવી પહોંચ્યા હતા ..

કોસ્ટગાર્ડના કમાન્ડન્ટ હેમંતભાઈ શાહ એ જણાવ્યું હતું કે ગત ૫ નવેમ્બરના  કુલ ૨૨બોટમાં ૨૬૪ માછીમારો કોચીથી દરિયામાં નિકળ્યા હતા અને ૨ડીસેમ્બરના માલદીવ પાસે દરિયા માં ભયંકર તોફાન માં ફસાયા હતા ..તેમની પાસે ખાવા નું હતું પણ બોટો હાલક ડોલ્ક થતાં જમી શકયા ન હતા.

૪ ડિસેમ્બર ના આ બોટો ની બાજુ માં કોસ્ટ ગાર્ડના મેસેજથી નજીકના મર્ચન્ટ વેસલ્સ એ આ તમામ માછીમારો ને બચાવી લીધા હતા અને હેન્ડઓવર કર્યા હતા ..કુલ ૨૬૪ માછીમારોમાંથી ૨૫૦ માછીમારો ને ગોવા માં કોસ્ટ ગાર્ડ એ હેન્ડ ઓવર કર્યા હતા બાકી ના ૧૪ માછીમારો આજે ૨ વાગ્યે મુન્દ્રા આવી પહોંચ્યા હતા.

આજે વહેલી સવારે આ તમામ માછીમારોને રૂબરૂ સંપર્ક કરતા થોડા ગભરાયેલા હતા અને તામિલ તેમજ મલયાલમ ભાષા બોલતા હતા ..તામિલ નાડુ થી આવેલા ૨ ફિશરીઝ અધિકારીઓ એ જણાવ્યું હતું કે દરિયા માં ભયંકર તોફાન માં માછીમારો ને દૂર દૂર સુધી કઈં દેખાતું ન હતું ..તેઓએ મોત ને નજીક થી જોયો અને કુટુંબ પરીવાર ને યાદ કરતા હતા ..કોસ્ટગાર્ડ ના હેમંત શાહ અને કમાન્ડન્ટ આર કે પી સિસોદિયા એ જણાવ્યું હતું કે કોસ્ટ ગાર્ડ ના મેરી ટાઈમ સર્ચ એન્ડ રેસ્કયૂ કોર્ડિનેશન સેન્ટર દેશના મુંબઈ , ચેન્નઈ અને આદોમાન નિકોબાર છે.

આજે તામિલનાડુથી ફિશરીઝ વિભાગના સાનમુદ્યમ અને આનંદન એ ૧૪માછીમારોનો કોસ્ટગાર્ડનો વિધિવત કબજો લીધો હતો તેમની સાથે માંડવીથી ફિશરીઝ ડિપાર્ટમેન્ટ ના પ્રદીપ પટેલ આવ્યા હતા અને કબજો લીધો હતો ..કોસ્ટ ગાર્ડ ના હેમંત ભાઈ શાહ એ જણાવ્યું હતું કે તમામ ૧૪ માછીમારો અંદાજે ૧૪થી  ૪૦ વર્ષની ઉમરના હતા.

(3:52 pm IST)