Gujarati News

Gujarati News

News of Saturday, 7th December 2019

જૂનાગઢ જિલ્લા જેલમાં ૧૩૦ બંદીજનોને માં અમૃતમ કાર્ડ મળ્યા

જૂનાગઢ તા.૬, મુખ્યમંત્રી અમૃતમ યોજના રાજયના તમામ જિલ્લાઓના શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારના ગરીબી રેખા હેઠળ જીવતા કુટુંબો માટે ગુજરાત સરકાર દ્વારા અમલમાં મુકી છે. મુખ્યમંત્રી અમૃતમ મા યોજનાનો વ્યાપ વધારીને રાજય સરકાર દ્વારા મુખ્યમંત્રી અમૃતમ મા વાત્સલ્યઙ્ગ યોજના ઓછી પારિવારિક માસીક આવક ધરાવતા મધ્યમ વર્ગના પરીવારો માટે અમલ કરવામાં આવ્યો છે.આ યોજના હેઠળ ગંભીર બીમારીઓ જેવીકે, હદય, કીડની, કેન્સર, નવજાત શિશુઓના ગંભીર રોગો, ગંભીર ઇજાઓ, બર્નસ અને મગજના રોગો માટે કેસલેસ સારવાર ઉપલબ્ધ કરવામાં આવે છે. આ યોજના અંતર્ગત લાભાર્થી કુટુંબની નિયત સારવારનો ખર્ચ માન્ય હોસ્પિટલને સીધો સરકારશ્રી દ્વારા આપવામાં આવે છે આ યોજના હેઠળ દાઝેલા, હદયરોગ, કિડનીના ગંભીર રોગ, મગજના રોગ, ગંભીર ઈજાઓ, અકસ્માત, નવજાત શિશુઓના ગંભીર રોગો, કેન્સર ઓપ્રેસન જેવી કુલ-૬૨૮ જેટલી બીમારીઓ માટે ઉતમ પ્રકારની સારવાર આપવામાં આવે છે. મુખ્યમંત્રી અમૃતમ ઙ્કમાંઙ્ખ અને ઙ્કમાં વાત્સલ્યઙ્ખ યોજનાઓ જરૂરિયાતમંદ લોકો એનો લાભ મેળવી શકે તે માટે સરકારશ્રી દ્વારા લોકજાગૃતી કેળવી કોઇપણ નાગરિક નાણાકીય અર્થવ્યવસ્થાના અભાવે આરોગ્ય વીષયક સંકળટ ના અનુભવે તેની ખેવના રખાય છે. આ યોજના હેઠળ લાભાર્થીઓ માટે રજીસ્ટ્રેશનથી લઇને લેબોરેટરી, ઓપ્રેસન, દવાઓ, દર્દીનો ખોરાક તેમજ અન્ય સેવાઓ ફ્રી માં આપવામાં આવે છે. સમાજમાં રહેતા નબળી આથિક વ્યવસ્થા ધરાવતા પરિવારોની તો ચિંતા સરકાર કરે છે તેવી જ રીતે જૂનાગઢ જિલ્લા જેલમાં સજા કાપી રહેલ ૬૫ પાકા કામના પુરૂષ અને ૦૩ સ્ત્રી કેદી, ૩૧૫ કાચા કામના પુરૂષ અને ૧૩ સ્ત્રી તેમજ ૦૩ અટકાયત હેઠળનાં બંદીવાન મળીને ૩૮૩ પૂરૂષ અને ૧૬ સ્ત્રી જેલવાસમાં છે, આ કેદી પૈકી ૬૦ કેદીઓને અગાઉ માં અમૃત્ત્।મ આોરગ્ય કાર્ડ એનાયત કરાવામા આવ્યા હતા. આ યોજનાનાં માપદંડ પરિપુર્ણ કરતા ૧૩૦ જેટલા બંદીવાનોને આજે જિલ્લા જેલ અધિક્ષકશ્રી આઇ.વી.ચૈાધરીની અધ્યક્ષતામાં કાર્ડ કાઢી આપવામાં આવ્યા હતા.આ તકે જિલ્લા કાનૂની સેવાસતામંડળના સચિવ પી.એમ.આટોદરિયા,મહાનગરપાલિકાના શ્રી દિનેશભાઈ સહિતના આ તકે ઉપસ્થિત રહયા હતા.

(1:02 pm IST)
  • મહારાષ્ટ્ર : ડુંગળી ર૦૦ રૂપિયે કિલો : ડુંગળીનો ભાવ ઓલ ટાઇમ હાઇ : સોલાપુરની માર્કેટમાં આજે ડુંગળી ર૦૦ની કિલો વેંચાઇ : ડુંગળીની ભારે અછત : આ મહિનાના અંત સુધી ભાવ નહિ ઘટે access_time 3:44 pm IST

  • વિશ્વની 10 પાવરફુલ ભાષાઓમાં ઇંગલિશ પ્રથમ નંબરે,ત્યારબાદ ફ્રેન્ચ, મેન્ડેરીએન, સ્પેનિશ, રશિયન, અરેબિક, જર્મન, જાપાનીઝ, પોર્ટુગીઝ અને દસમા નંબરે હિન્દી આવે છે access_time 10:06 pm IST

  • હીરાનગર-પૂંછમાં તોપગોળોનો વરસાદઃ બેબાકળી બનેલા પાકિસ્તાની લશ્કર સતત યુધ્ધવિરામ ભંગ કરી રહી છેઃ એલઓસી ઉપર સૈનિકોનો ખડકલો : છેલ્લા થોડા દિવસોમાં પોતાના અનેક સૈનિકોનો સફાયો થતા પાકિસ્તાની સૈના ખળભળી ગઇ છે. અને સતત સીઝ ફાયર ભંગ કરી રહી છે. ગઇકાલથી જ પાકિસ્તાન તરફથી હિરાનગર અને આજે પૂંછમાં બેફામ-લગાતાર તોપગોળો વરસાવી રહેલ છે. સરહદ ઉપર લગાતાર સૈનિકો ખડકી રહેલ છે. સાબ્જિયાં, શાહપુર, કિરની, બાલાકોટ, તારકુંડી, હમીરપુર, બલનોઇ, લામ, ઝંગડ, ભવાની, કલાલ, સેકટરોમાં મોટી હિલચાલ જોવા મળે છે. access_time 4:29 pm IST