Gujarati News

Gujarati News

News of Saturday, 7th December 2019

સાળંગપુરમાં હનુમાનજીની પ૪ ફુટની મુર્તિનું નિર્માણ કરાશે

૮ એપ્રિલ ર૦ર૦ માં પ્રતિષ્ઠાવિધિ કરાશેઃ ખાતુહુર્તવિધિ સંપન્ન

ભાવનગર, તા., ૭: સુપ્રસિધ્ધ યાત્રાધામ કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર, સાળંગપુર ખાતે હનુમાનજી દાદાની પ૪ ફુટ ઉંચી પ્રતિમાનાં દર્શન થશે. તેનુ઼ ખાતમુહુર્ત કાલે શુક્રવારે થયું હતું.

મંદિરના કોઠારી વિવેક સાગરદાસજી સ્વામીએ જણાવ્યું કે કષ્ટભ઼જનદેવ હનુમાનજી મંદિર ખાતેઆગામી હનુમાન જયંતી તા.૮ મી એપ્રિલ, ર૦ર૦ના રોજ હનુમાનજી દાદાની પ૪ ફુટ ઉંચી પ્રતિમાની પ્રતિષ્ઠા થશે. એ પહેલા શુક્રવારે તા.૬ ડિસેમ્બરના રોજ ખાતમુહુર્ત વિધિ સંપન્ન થઇ હતી. આ પ્રસંગે કુંડળધામથી પૂજય જ્ઞાનજીવનદાસજી સ્વામી, ગઢપુરથી પૂજય વિષ્ણુપ્રસાદ સ્વામી, શાસ્ત્રી હરિપ્રકાશદાસજી સ્વામી સહિત અનેક સંતો,મહંતો ઉપસ્થિત રહ્યાં હતાં.

તેમણે જણાવ્યું કે ભારતીય વાસ્તુશાસ્ત્ર આધારિત આ મૂર્તિની વાસ્તુશાસ્ત્ર આધારિત આ મૂર્તિની પ્રતિષ્ઠા કરવામાં આવશે. જે અંતર્ગત અતિવિશિષ્ટ રીતે આ પ્રતિમાનું નિર્માણ થશે. સાળંગપુરધામ ખાતે બિરાજમાન કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજના દર્શને દર વર્ષે લાખો દર્શનાર્થીઓ આવે છે. આ દર્શનાર્થીઓ આધિ-વ્યાધિ-ઉપાધિથી મુકત બને છે. વિભાગના જણાવ્યા પ્રમાણે ભારતમાં આ પ્રથમ એવી આ મૂર્તિ હશે જે સોલિડ બ્લેક ગ્રેનાઇટ વાળી હશે. ગુજરાતના બોટાદ જિલ્લાના સાળંગપુર ગામમાં કષ્ટભંજન દેવ હનુમાનજીનું મંદિર આવેલું છે. આ મંદિર સાળંગપુરના હનુમાન તરીકે પણ પ્રસિદ્ધ છે. કષ્ટભંજન દેવની સ્થાપના વિક્રમ સંવત ૧૯૦૫ આસો વદ પાંચમના દિવેસ કરવામાં આવી હતી.

સાળંગપુર મંદિરના પરિસરમાં એક સ્વામિનારાયણ મંદિર પણ આવેલું છે. જેમાં એવી વસ્તુઓ ભકતોના દર્શન માટે રાખવામાં આવી છે. જેનો ઉપયોગ ભગવાન સ્વામિનારાયણે કર્યો હતો. અહીં આવેલા નારાયણ કુંડમાં ભગવાન સ્વામિનારાયણ સ્નાન કરતા હતા. એવું કહેવાય છે કે એક વખત હનુમાનજી અને શનિદેવ વચ્ચે યુદ્ધ થયું હતું.

૧૭૦ વર્ષ જૂના આ મંદિરની ખાસ વિશેષતા એ છે કે તેની સ્થાપના ભગવાન સ્વામીનારાયણના અનુયાયી ગોપાલાનંદ સ્વામી દ્વારા કરાઇ છે. કહેવાય છે કે ભગવાન સ્વામિનારાયણે પોતાના જીવનનો કેટલોક સમય અહીં વિતાવ્યો હતો.

(11:42 am IST)