Gujarati News

Gujarati News

News of Saturday, 7th December 2019

કાલે જોડિયામાં પૂ. મોરારીબાપુનું ગીતા સંદેશ પ્રવચન

સૌરાષ્ટ્ર-કચ્છમાં કાલે ગીતાજયંતિની ઉજવણી કરાશે : રાત્રે જોડિયા ગીતા વિદ્યાલયમાં ભજન સંધ્યા

રાજકોટ, તા. ૭ :  કાલે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ગીતા જયંતિની ઉજવણી કરવામાં આવશે. જોડિયા ખાતે પૂ. મોરારીબાપુની ઉપસ્થિતિમાં ગીતા જયંતિ ઉજવાશે.

જોડિયા

વાંકાનેર : જામનગર જિલ્લાના જોડીયાધામમાં આવેલ સુપ્રસિધ્ધ ધાર્મિક અને આધ્યાત્મિક સ્થળ પ.પૂ. શ્રી વિરાગમુનીજી સ્થાપિત શ્રી રામકૃષ્ણ સાધના ટ્રસ્ટ- શ્રી ગીતા વિદ્યાલય-''ધર્મક્ષેત્ર'' ખાતે ગઇકાલે પ.પૂ. શ્રી મોરારીબાપુના પાવન સાનિધ્યમાં (૪પમાં) શ્રી ગીતા જયંતી મહોત્સવનો શુભપ્રારંભ શ્રી ગીતા વિદ્યાલય ખાતે તા. ૬-૧ર-૧૯ના રોજ પ.પૂ. શ્રી મોરારીબાપુ બપોરના પધાર્યા હતા ત્યારે સંસ્થાના અધ્યક્ષ શ્રી યોગેશભાઇ શાસ્ત્રીજી તિલક કરી સ્વાગત કરી રહ્યા છે. પૂ.બાપુએ પણ યોગેશભાઇ શાસ્ત્રીજીને તિલક કરેલ હતું. તેમજ ગીતા વિદ્યાલયમાં ચાલતા અખંડ  રામાયણજીના પાઠ-અનુષ્ઠાન માનસ મંદિરમાં પુ. મોરારીબાપુએ રામાયણજીની ચોપાઇના પાઠ કર્યા બાદ મલદેવજીના દર્શન નામ મંદિરની હોમાત્મક યજ્ઞ અને ગીતા વિદ્યાલયના સંસ્થાપક પૂ. વિરામગમુનીજીના દર્શન કર્યા હતાં.

શ્રી રામ કૃષ્ણ સાધના ટ્રસ્ટ- જોડીયાધામના અધ્યક્ષ શ્રી યોગેશભાઇ શાસ્ત્રીજી તથા પૂ. સંતો-મહંતો કથાકારોની હાજરીમાં ભકિતમયના દિવ્ય માહોલ વચ્ચે પ્રારંભ થયેલ હતો. ગઇકાલે તા. ૬ના રોજ બપોરના ૧.૦૦ કલાકે પ.પૂ. શ્રી મોરારીબાપુ પધાર્યા હતા પૂ. બાપુનું સ્વાગત સંસ્થાના અધ્યક્ષ શ્રી યોગેશભાઇ શાસ્ત્રીજી તેમજ શ્રી ગીતા વિદ્યાલય પરિવારે કરેલ હતું. ગીતા જયંતિ મહોત્સવ ત્રિ-દ્વિસીયશ્રી ગીતા વિદ્યાલયના બાળકો-સાધક-ભાવિકો દ્વારા સામુહિક હોમાત્મક પાઠ-અનુષ્ઠાન એવમ-વિશ્વ કલ્યાણ અર્થે-હરિ પ્રસનાતાર્થે કરવામાં આવે છે. જેમાં સાધક-ભાવિકો ભાગ લઇ રહ્યા છે. તેમજ ગઇકાલે તા. ૬ના રોજ સાંજના ૪ થી ૬-૩૦ કથાકાર-સંતોના સત્સંગ પ્રવચન યોજાયેલ જેમાં પૂ. શ્રી મોરારીબાપુ ઉપસ્થિત રહ્યા હતા.

આજે શનિવારને સવારે ૮ થી ૧ર સત્સંગ પ્રવચન સંતો-મહંતો કથાકારશ્રીના યોજાયેલ હતા તેમજ શ્રી ગીતા જયંતીની પૂર્વ સતત ર૬ વર્ષથી ર૪ કલાક અખંડ શ્રી રામાયણજીની ચોપાઇના પાઠ અનુષ્ઠાન ચાલુ જ છે. માનસ મંદિરમાં શ્રી ગીતા વિદ્યાલયના સૌ. બાળકો-સાધક ભાવિક ભાઇઓ-બહેનો શ્રધ્ધાપૂર્વક આ કલીયુગ પર્વમાં શ્રી રામાયણજીની ચોપાઇનું ગાન કરીને તન-મનને શાંતી મેળવી ધન્યતા અનુભવે છે.

શ્રી ગીતા જયંતિના પાવન પૂણ્યશાળી પર્વેમાં સર્વે ભાવિક- ભકતજનોને પધારવા  પ.પૂ. શ્રી વિરામગમુનીજી સ્થાપિત શ્રી રામકૃષ્ણ સાધના ટ્રસ્ટના અધ્યક્ષ શ્રી યોગેશભાઇ શાસ્ત્રીજી તેમજ ''શ્રી ગીતા વિદ્યાલય પરિવાર જોડીયાધામ દ્વારા નિમંત્રણ પાઠવાયું છે. તે ગીતા વિદ્યાલયના વિનુભાઇ ચંદારાણા, વિનાભાઇ કાનાણી તથા જોડીયાના હિતેશભાઇ રાચ્છની યાદીમાં જણાવાયું છે.

જુનાગઢ

જુનાગઢ : જુનાગઢમાં કાલે માગશર સુદ એકાદશીના ગીતા જયંતીની ઉજવણી થશે. જેમાં ગુજરાતીમાં અનુવાદીત ગીતાજીના ૧૮ અધ્યાયનું સમુહ પઠન કરવામાં આવશે.

હજારો વર્ષ પહેલા ભગવાનશ્રી કૃષ્ણએ અર્જુનને કુરૂક્ષેત્રના મેદાનમાં કર્મના સિધ્ધાંતનો અને જીવનના ગુઢ રહસ્યોનો સંદેશ આપયો હતો. તે ગીતા સંદેશ આજના યુગમાં પણ એટલો જ પ્રસ્તુત છે. તા. ૮ ડિસે.ના રવિવારે કારતક સુદ એકાદશીના ગીતા જયંતી ઉજવાશે. જુનાગઢમાં માંગનાથ રોડ પર આવેલા અનંત ધર્માલય ખાતે તા. ૮ના સાંજે ગીતા જયંતી ગુજરાતીમાં અનુવાદીત ગીતાજીના ૧૮ અધ્યાયનું સમુહ પઠન થશે.

(11:36 am IST)