Gujarati News

Gujarati News

News of Saturday, 7th December 2019

રાપરના કોંગ્રેસી મહિલા ધારાસભ્યએ સરકાર સામે કર્યા ધરણાઃ વર્લ્ડ હેરિટેજ સાઈટ ધોળાવીરા જવાનો રસ્તો જર્જરિત, શિક્ષણ, આરોગ્યક્ષેત્રે અનેક અધુરાશો

 ભુજઃ વાગડ વિસ્તારમાં અનેક સરકારી સેવાઓ ની ઉણપો વચ્ચે અને વિવિધ સમસ્યાને લઈ તેમજ રાપર-ધોળાવીરા રોડ પર નંદાસર નજીક પડી ગયેલા પુલ પર રાપર ના ધારાસભ્ય સંતોકબેન આરેઠીયા ના માગદશઁન હેઠળ રાપર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ધરણાં નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં રાપર ધોરાવીરા માર્ગ પર તુટી ગયેલા પુલ અને રસ્તા ને તાત્કાલિક ધોરણે રિપેરીંગ કરવામાં આવે તેમજ સમયાંતરે આ રસ્તો વ્યવસ્થિત બનાવવામાં આવે તેમજ બંધ કરવામાં આવતી પ્રાથમિક શાળા શરૂ રાખવા તેમજ આરોગ્ય કેન્દ્રમાં પુરતા પ્રમાણ મા સ્ટાફ ની નિમણૂક કરવામાં આવે તે માટે ધરણાં યોજી ને સરકાર સામે બાંયો ચડાવી છે ખાસ કરીને રાપર વિસ્તાર ના એકમાત્ર ટુરિસ્ટ પોઇન્ટઙ્ગ ધોળાવીરા ને જોડતો એકમાત્ર માર્ગ ની બિસમાર હાલત અને ૧૧ મહિના રજુવાત કરવા પછી પણ સરકારે કોઈ ધ્યાન આપ્યું નથી ધરણા સાથે નર્મદા યોજનાના અધિકારીઓને અને મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું  કોગ્રેસના ધારાસભ્ય સંતોકબેન આરેઠીયા. અગ્રણી ભચુભાઈ આરેઠીયા. રાપર તાલુકા કોંગ્રેસ પ્રમુખ બહાદુરસિંહ પરમાર મહેશ ઠાકોર. ગજુભા વાધેલા. સહદેવસિહ જાડેજા. રમેશ ચૌધરી. જયેન્દ્ ચોધરી. વિનોદ ઠાકોર. બબાભાઇ આહિર. બાબુભાઈ દવે. વસંત મહેશ્વરી. નરેન્દ્ર દૈયા. મહાદેવપુરી ગોસ્વામી. હેતુભા. સોઢા. કસ્તુરી બેન ઠક્કર. ભચીબેન બાંભણીયા.વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં.

(11:33 am IST)