Gujarati News

Gujarati News

News of Friday, 7th December 2018

છઠી જાન્યુઆરીએ ગિરનાર આરોહણ - અવરોહણ સ્પર્ધા :26મી સુધીમાં એન્ટ્રી ફોર્મ ભરવા ભરી શકાશે

સ્પર્ધામાં ૧૪ થી ૧૮ અને ૧૯ થી ૩૫ વર્ષની વયજુથમાં સિનિયર અને જુનિયર વીભાગમાં સ્પર્ધક ભાઇ બહેનો ભાગ લઇ શકશે.

જૂનાગઢ: ધાર્મિક અને પ્રાકૃતિક દ્રષ્ટિએ અદ્કેરૂ સ્થાન ધરાવતા  ગિરનાર પર્વત પર આરોહણ અને અવરોહણ માટે પ્રતિવર્ષ રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાઓ યોજાય છે. સ્પર્ધામાં જોડાવા માટે જિલ્લા રમતગમત અધિકારીની કચેરી જૂનાગઢ દ્વારા યુવાનો પાસેથી ફોર્મ આવકારાય છે. આ વખતે છ ઠ્ઠી જાન્યુઆરી-201૯ના રોજ યોજાનાર રાજ્યકક્ષાની આરોહણ અવરોહણ સ્પર્ધા યોજાવા જઇ રહી છે.

  ગિરનાર આરોહણ- અવરોહણ રાજ્યકક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા માટે સ્પર્ધકે www.girnarcompetition.com પરથી ઓનલાઇન ફોર્મ મેળવી અથવા દરેક જિલ્લાની રમત-ગમત કચેર ખાતેથી અથવા જૂનાગઢ સરદાર બાગ સ્થિત બહુમાળી ભવન બ્લોકનંબર-૧ ખાતેથી પ્રવેશપત્રો મેળવી તેમાં માંગ્યા મુજબની સઘળી વિગતો ભરીને ૨૬-૧૨-૧૮ સુધીમાં જિલ્લા રમત ગમત અધિકારી, સરદાર બાગ બહુમળી ભવન પ્રથમ માળ ખાતે તા. ૨૬-૧૨-૨૦૧૮ સુધીમાં પહોંચતા કરવાનાં રહેશે. સમયમર્યાદા બહાર મળેલા અરજી પત્રકો સ્વીકારવામાં આવશે નહીં, વધુ વિગતો માટે રમત ગમત વિભાગની જૂનાગઢની કચેરીનાં સંપર્ક નંબર!૦૨૮૫- ૨૬૩૦૪૯૦ ઉપર સંપર્ક સાધવા યાદીમાં જણાવાયુ છે. 

  આગામી તા.૬ જાન્યુઆરી ૨૦૧૯ના રોજ યોજાનાર ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાનું આયોજન રાજ્ય સરકારનાં યુવક સેવા અને સાંસ્કૃતીક વિભાગ દ્વારા કરવામાં આવે છે. રાજ્યકક્ષાની સ્પર્ધા માટે ગુજરાતભરમાંથી અરજીઓ માંગવામાં આવેલ અરજી સ્વીકારવાનો અંતિમ દિવસ ૨૬ ડીસેમ્બર-૧૮ હોવાથી આ સ્પર્ધામાં જોડાવા ઈચ્છતા સ્પર્ધકોએ વહેલી તકે અરજીઓ પહોંચતી કરવી. 

 અત્રે ઉલ્લેખનીય છે કે આ સ્પર્ધામાં ૧૪ થી ૧૮ અને ૧૯ થી ૩૫ વર્ષની વયજુથમાં સિનિયર અને જુનિયર વીભાગમાં સ્પર્ધક ભાઇ બહેનો ભાગ લઇ શકશે. બન્ને વીભાગમાં ભાઇઓ માટેની સ્પર્ધા ગીરનાર તળેટીથી અ;બાજી મંદીર સુધીનાં ૫૦૦૦ પગથીયા અને બન્ને વીભાગની બહેનો માટે ગીરનાર તળેટીથી માળી પરબ સુધીનાં ૨૨૦૦ પગથીયા ચઢીને ઉતરવાનાં રહેશે. ભાઇઓની સ્પર્ધાનાં સમય મર્યાદા ૨-૦૦ કલાક અને બહેનોની સ્પર્ધા માટે ૧-૧૫ કલાક સમય મર્યાદા રહેશે. આ સ્પર્ધા નિયત સમયમાં પુર્ણ કરનાર સ્પર્ધકોને જ પ્રમાણપત્રો આપવામાં આવશે તેમ જિલ્લા રમત ગમત અધિકારી જૂનાગઢની યાદીમાં જણાવાયુ છે.

(12:14 am IST)
  • દેશમાં દર આઠમાંથી એક મોત વાયુ પ્રદુષણથીઃ હેલ્થ મીનીસ્ટ્રીના અભ્યાસનું તારણઃ આઉટડોર પ્રદુષણથી ૧૦ લાખથી વધુના મોત ર૦૧૭ મા વાયુ પ્રદુષણથી થયેલ મોતમાં અર્ધા થી વધારેની ઉમર ૭૦ થી ઓછી : રીસર્ચ પેપર પ્રમાણે દુનિયાની ૧૮ ટકા વસ્તી ભારતમાં: ર૬ ટકા મોત વાયુ પ્રદુષણને કારણે : દિલ્હી, ઉતરપ્રદેશ, બિહાર, હરીયાણા, વાયુ પ્રદુષણઃ આયુષ્ય ૧.૭ વર્ષ ઘટે access_time 11:47 pm IST

  • પંચમહાલ જિલ્લાનાગોધરાના ગદુકપૂર ગામમાં આવેલી બેન્ક ઓફ બરોડાની શાખામાં 3 જેટલા ઈસમોએ કર્યો ચોરીનો પ્રયાસ કર્યો હતો બેંકનો મુખ્ય દરવાજો તોડી બેંકમાં પ્રવેસી બેંકનું સેફ વોલ્ટ તોડવા જતા ઈમરજન્સી સાયરન વાગતા 3 ઈસમો ફરાર સાયરન વાગતા બેંકમાં રાખેલી રોકડ રકમની ચોરી અટકી છેબનાવને પગલે ગોધરા તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે access_time 3:56 pm IST

  • ભારતના ચિફ ઇકોનોમિક એડ્વાઇઝર તરીકે ક્રિષ્નામૂર્થી સુબ્રમનિયમની નિમણુંક : IIT/IIM પૂર્વ ટોપ રેન્કિંગ સ્ટુડન્ટ તથા અમેરિકાના શીકાગોમાંથી Ph.D ડિગ્રી મેળવી હૈદ્રાબાદની બિઝનેસ સ્કૂલમાં એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે સેવાઓ આપતા ક્રિષ્નામૂર્થી 3 વર્ષ માટે દેશના ચીફ ઇકોનોમિક એડવાઈઝર તરીકે સેવાઓ આપશે access_time 5:46 pm IST