Gujarati News

Gujarati News

News of Tuesday, 7th August 2018

દ્વારકાના રૂપેણ બંદર પર અજાણ્યા પુરુષની અર્ધનગ્ન હાલતમાં હત્યા કરાયેલ લાશ મળી ;માથાના ભાગે બોથડ પદાર્થ મારીને હત્યા કરાયાની આશંકા

દ્વારકાના રૂપેણ બંદર પર અજાણ્યા પુરૂષની અર્ઘનગ્ન હાલતમાં હત્યા કરાયેલા હાલતમાં લાશ મળી હતી. પુરુષના માથાના ભાગે બોથડ પદાર્થ મારી હત્યા નીપજાવી હતી. 

  પોલીસ ઘટના સ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરી હતી. દ્વારકા તાલુકામા કાયદા વ્યવસ્થાની સ્થિતિ કથળતી જાય છે. છેલ્લા પંદર દિવસમા આ ત્રીજી હત્યાથી સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી હતી. અને સામન્ય માણસના મનમાં પણ ડરનો માહોલ પેદા થયો હતો.

(9:36 pm IST)