Gujarati News

Gujarati News

તા. ૭ ઓગષ્ટ ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ અષાઢ વદ - ૧૦/૧૧મંગળવાર

અમેરીકાના પ્રમુખ ડોનાલ્‍ડ ટ્રમ્‍પના વહીવટી તંત્રના અધીકારીઓએ ડીફર્ડ એકસન ફોર ચાઇલ્‍ડહૂડ એરાયલ્‍સનો પ્રોગ્રામ કે જે સમગ્ર અમેરીકામાં ડાકાના હૂલામણા નમથી ઓળખાય છે તેને ગયા વર્ષના સપ્‍ટેમ્‍બર માસથી રદ કરવાનો નિર્ણય લેતા આ સમગ્ર પ્રશ્નને ન્‍યાયની અદાલતમાં પડકારવામાં આવતા વોશીંગ્‍ટનમાં યુએસ ડીસ્‍ટ્રીકટ કોર્ટના નામદાર ન્‍યાયાધીશ જોન બીટ્‍એ પોતાના જાહેર કરેલા ચુકાદામાં તેને તરંગી અને મનસ્‍વી પ્રકારનો ગણી તે નિર્ણયને રદ બાતલ કરી તેનો અમલ ૨૦ દિવસ સુધી સ્‍થગીત કરવાનો નિર્ણય જાહેર કરે છે અને ઓગષ્‍ટ માસની ૨૩મી તારીખ સુધીમાં સરકાર તરફથી કોઇ પણ પ્રકારના ન ભરવામાં આવશે તો ૨૪મી ઓગષ્‍ટથી ડાકાનો પ્રોગ્રામ સંપૂર્ણ પણે કાર્યવત બનશે. અમેરીકાના પ્રમુખના વહીવટી તંત્રને ગયા એપ્રીલ માસ દરમ્‍યાન ૯૦ દિવસની અંદર ચોક્કસ પ્રકારના કારણો સહિત કોર્ટમાં રજુઆત કરવા જણાવેલ પરંતુ આ મુદતમાં કોઇપણ ખાતાના અધીકારીઓએ કોઇપણ પ્રકારની રજુઆત કરેલ નહી. સુપ્રીમ કોર્ટમાં પણ અલગ રીતે ડાકાના પ્રશ્ન અંગે ઝડપી કાર્યવાહી કરવા જે માંગણી કરેલ તે નામદાર સુપ્રીમ કોર્ટના ન્‍યાયાધીશોએ ફગાવી દીધી હતીઃ રીપબ્‍લીક પાર્ટી પાસે હાઉસ, સેનેટ તથા વાઇટ હાઉસ હોવા છતાં આવા અનેક સળગતા પ્રશ્નોના ઉકેલ લાવી શકાયા નથી માટે પ્રજાએ જાગૃત બની રાજકારણીઓને પદાર્થ પાઠ ભણાવવા તૈયાર રહેવુ પડશે: access_time 9:00 pm IST

તા. ૬ ઓગષ્ટ ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ અષાઢ વદ - ૯ સોમવાર

શિકાગોમાં ભારતીય સીનીયર સીટીઝન ઓફ શિકાગોના સંચાલકોએ સભ્યોની લાગણીને ધ્યાનમાં રાખીને સાહિત્ય,ભજન તેમજ ગુજરાતી ગીતો અને હાસ્ય રસથી ભરપુર એવા રમુજી ટૂચકાઓ સભર ડાયરાનું કરેલું આયોજનઃ ૩૦૦ જેટલા સીનીયર ભાઇ બહેનો તેમજ આમંત્રીત મહેમાનો અને સ્પોન્સરોએ સૌરાષ્ટ્રના પ્રખ્યાત કલાકાર ભીખુદાન ગઢવી, તેમજ રમુજી ટૂચકાઓ રજુ કરીને હાસ્યની છોળોમાં તરબોળ કરનાર એવા હાસ્યના કલાકાર સુખદેવ ધમેલીયા, તેમજ આણંદની લોકગાયિકા આશા ઠાકોરે ડાયરાનો રંગ જમાવ્યોઃ રાત્રે પોણા આઠ વાગે શરૃ થયેલો ડાયરાનો પ્રોગ્રામ સળંગ સવાચાર કલાક ચાલ્યા બાદ મધ્યરાત્રીએ પૂર્ણ થયોઃ સંસ્થાના પ્રમુખ હરિભાઇ પટેલે સૌનો માનેલો આભાર આગામી ૧૮મી ઓગટે. જાણીતા હાસ્ય કલાકાર જગદીશ ત્રિવેદીનો કાર્યક્રમ થશે: access_time 12:01 am IST

તા. ૪ ઓગષ્ટ ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ અષાઢ વદ - ૭ શનિવાર
તા. ૩ ઓગષ્ટ ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ અષાઢ વદ - ૬ શુક્રવાર
તા. ૨ ઓગષ્ટ ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ અષાઢ વદ - ૫ ગુરૂવાર