Gujarati News

Gujarati News

News of Tuesday, 7th August 2018

ગઢડા તાલુકામાં ખેડુતોને સસ્તી વીજળી ઉત્પાદનની માહિતી ઉર્જામંત્રી પટેલે આપી

બોટાદ, તા.૭: ગઢડા તાલુકાના ખોપાળા ખાતે યોજાયેલ કાર્યક્રમમાં  ખેડૂતોને ખેતરમાંજ વિજળી ઉત્પાદન કરી સિંચાઈ માટે ઉપયોગમાં આવે તેવી સૂર્ય શકિત કિસાન યોજના – લ્ધ્ળ્દ્ગક જાણકારી ઉર્જામંત્રી સૌરભભાઈ પટેલે ઉપસ્થિત ખેડૂત મિત્રોને આપી હતી.

આ પ્રસંય  મંત્રીએ જણાવ્યું હતું કે, સૂર્ય શકિત કિસાન યોજના દ્વારા હવે રાજયના ધરતીપુત્રો ખેતી વિષયક વીજ ઉત્પાદન પોતાના જ ખેતરમાં જાતે જ કરીને તેનો ઉપયોગ સિંચાઇ માટે કરી શકે તેવો કિસાન હિતકારી આશય આ સ્કાય યોજનાનો છે સ્કાય યોજનાની વિશદ ભૂમિકા આપતાં મંત્રીશ્રીએ જણાવ્યું કે, સ્કાય-સૂર્યશકિત કિસાન યોજના એ રાજયના ધરતીપુત્રો માટે વિકાસની ઊંચી ઊડાન બની રહેશે. તેમજ આ યોજનાથી ખેડૂતના ખેતરમાં દિવસના સમયે પાણી તેમજ ૧૨ કલાક વીજળી મળશે અને વધારાની વીજળી દ્વારા ખેડુત કમાણી પણ કરી શકશે.

સૌર ઊર્જા શકિતનો ખેતીવાડી વીજ ઉત્પાદન માટે વિનિયોગ રાજયનો ખેડૂત પોતાના જ ખેતરમાં વીજ ઉત્પન્ન કરીને કરી શકે તેવી આ સ્કાય-સૂર્યશકિત કિસાન યોજના ખેડૂતોના વ્યાપક હિતમાં ખુશાલી લાવનારી અને કૃષિ વિકાસમાં નવીન ઊંચાઇઓ સર કરનારી બની રહેશે તેવો વિશ્વાસ પણ મંત્રીશ્રીએ વ્યકત કર્યો હતો.

આ પ્રસંગે મુખ્ય ઇજેનર જે.જે.ગાંધી સ્વાગત અને આભાર વિધિ  કાર્પપાલક ઇજનેરશ્રી પી.સી.પચાલ, મધુ સુદન  ડેરી ચેરમેનશ્રી ભોળાભાઇ રબારી, શ્રી સુરેશભાઇ ગોધાણી, શ્રી બાબુભાઇ જેબલીયા, પી.જી.વી.સી.એલ. ના ઉચ્ચ અધિકારીઓ તેમજ કર્મચારીઓ અને મોટી સંખ્યામાં ખેડુતમિત્રો ઉપસ્થિત રહ્યા હતા.

(12:07 pm IST)