Gujarati News

Gujarati News

News of Tuesday, 7th August 2018

તળાજા : અલ્ટ્રાટેક સિમેન્ટ કંપનીના માઇનિંગના વિરોધમાં હલ્લાબોલ : માઇનિંગ બંધ કરવું પડ્યું

કોંગ્રેસના નેતા કનુભાઈ કલસરિયાએ ફરી આંદોલન છેડ્યું : કર્મચારીઓ સ્થળ છોડીને ભાગ્યા

તળાજા :કોંગ્રેસ નેતા કનુભાઈ  કલસરિયાએ ફરી આંદોલન શરૂ કર્યું છે.તળાજા તાલુકાના નીચા કોટડાના બામભોર ગામ પાસે સિમેન્ટ કંપનીએ કરેલા માઈનિંગના વિરોધમાં કલસરિયાએ આંદોલનું એલાન કર્યું છે. અલ્ટ્રાટેક સિમેન્ટ કંપનીની માઈનિંગ વાળી જગ્યામાં માતાજીનું ત્રિશુલ સ્થાપીને આંદોલનનો પ્રારંભ કરાયો હતો

    આ આંદોલનમાં આજુબાજુના ગામ લોકો પણ મોટી સંખ્યામાં જોડાયા છે. આશરે એક હજાર જેટલા સ્થાનિક લોકોએ એકઠાં થતાં કંપનીના માણસોએ માઇનિંગ બંધ કરીને જતા રહેવું પડ્યું હતું.


મળતી માહિતી પ્રમાણે તળાજા તાલુકાના નીચા બામભોર ગામે સિમેન્ટ કંપની અલ્ટ્રાટેકના કર્મચારીઓએ માઇનિંગ કરવાની શરૂઆત કરી હતી. સ્થાનિક લોકોનો વિરોધ હોવા છતાં કંપનીના માણસોએ બામભોર ગામે માઇનિંગ કરવાનું શરૂ કર્યું હતું. આ અંગે જાણ થાં આજુબાજુના સ્થાનિક લોકોએ કોંગ્રેસના નેતા ડો. કનુ કલસરિયાને જાણ કરી હતી. જેથી કનુ કલસરિયા સાથે આશરે 1000 જેટલા લોકો માઇનિંગ વાળી જગ્યાએ પહોંચ્યા હતા. લોકોને આવતા જોઇને અલ્ટ્રાટેકના કર્મચારીઓએ માઇનિંગ બંધ કરીને સ્થળ છોડીને ભાગવું પડ્યું હતું.

(9:35 am IST)