Gujarati News

Gujarati News

News of Saturday, 7th July 2018

દ્વારકાના કુરંગા વિસ્તાર પાસે કાર પલ્ટી ખાઈ જતા એક મહિલા સહીત બે ના મોત

દેવભૂમિ દ્વારકાના કુરંગા વિસ્તાર પાસે કાર પલ્ટી ખાતે એક મહિલા સહિત બે લોકોના મોત નિપજ્યા છે..કારમાં ચાર લોકો સવાર હતા.અને કાર પલ્ટી ખાઈને ટ્રક સાથે અથડાઈ હતી.જેમાં બે લોકો ઘાયલ થયા છે..

(9:25 pm IST)
  • વરસાદે સર્જી જાપાનમાં તારાજી : જાપાનના પશ્ચિમ વિસ્તારમાં જોરદાર પૂર તથા ભેખડો ધસી પડવાને કારણે આશરે ૫૦થી વધુ લોકોનાં મૃત્યુ થયાં છે અને સેકડો લોકો લાપતા થયા છે. મોટાભાગનાં મૃત્યુ હિરોશીમા પ્રદેશમાં થયાં છે. હિરોશીમા પ્રદેશમાં ગુરુવારથી મુશળધાર વરસાદ પડી રહ્યો છે અને હજ્જારો ઘરોને નુકસાન થયું છે. આશરે 15 લાખ લોકોને તેમના ઘર છોડીને સલામત સ્થળે જતા રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે. હજ્જારો પોલીસ કર્મચારીઓ, ફાયર ફાઈટર્સ અને સૈનિકો શોધ તથા બચાવ કામગીરીમાં જોડાયા છે. આગામી કેટલાક દિવસોમાં વધુ વરસાદ પડવાની આગાહી પણ કરવામાં આવી છે. access_time 11:12 pm IST

  • ગુજરાતમાં છોટાઉદેપુર જિલ્લાની ઓરસંગ નદીમાં આવ્યું ધોડાપુર : મધ્યપ્રદેશમાં સારા વરસાદના કારણે ઓરસંગ નદી છલકાઇ ગઇ નવા નીરથી : ઓરસંગ નદી પરનો જોજવા આડબંધ થયો ઓવરફલો access_time 7:18 pm IST

  • વલસાડમાં જેટકો નામની સાહી બનાવતી કંપનીમાં લાગી ભયાનક આગ : ફેકટ્રી આસપાસના રસ્તાઓ કરાયા બંધ : નજીકની ફેકટ્રીઓમાં કામ કરતા કામદારોને પણ દૂર ખસેડાયા : કંપનીમાં થઈ રહ્યા છે જોરદાર ધડાકા : કંપનીમાં મોટી માત્રામાં અત્યંત જ્વલનશીલ પદાર્થનો સંગ્રહ હોવાનું જાણવા મળી રહ્યું છે access_time 7:04 pm IST