Gujarati News

Gujarati News

News of Saturday, 7th July 2018

ગાંધીનગર નજીક પુરઝડપે જતી કારે બાઇકને હડફેટે લેતા આધેડનું મોત: મહિલાને ઇજા

ગાંધીનગર: શહેર તેમજ આસપાસના માર્ગો ઉપર અકસ્માતની ઘટનાઓ વધી રહી છે ત્યારે ગઈકાલે શહેરના ખ- માર્ગ ઉપર પુરઝડપે જતી ઈનોવા કારે બાઈક સવાર દંપતિને અડફેટે લીધું હતું જેમાં ગંભીર રીતે ઘવાયેલા આ દંપતિને સારવાર હેઠળ ગાંધીનગર સિવિલ હોસ્પિટલ લઈ જવાયા હતા. જ્યાંથી ઘાયલ પતિને સારવાર માટે અમદાવાદ સિવિલ ખસેડાયા હતા જ્યાં તેમનું મોત નીપજયું હતું. આ અંગે સે-૭ પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધ્યો છે.

આ ઘટના અંગે મળતી વિગતો પ્રમાણે ગાંધીનગર શહેર નજીક આવેલા સરગાસણમાં મકાન નં.૧૦ર, સત્યમેવ ફેમોસામાં રહેતાં હિતેશભાઈ રમેશભાઈ પટેલ લીફટ રીપેરીંગનો કોન્ટ્રાકટ રાખે છે તેમના પિતા રમેશભાઈ ગોરધનભાઈ પટેલ અને તેમના માતા જાગૃતિબેન તેમની સાથે રહે છે. ગઈકાલે બપોરના સમયે રમેશભાઈ અને જાગૃતિબેન તેમનું બાઈક નં.જીજે-૧૩-ડીડી-૬૪૪૧ લઈને ખ-રોડ ઉપરથી પસાર થઈરહયા હતા તે દરમ્યાન ખ-ર પાસે પાછળથી ઈનોવા કાર નં.જીજે-૯-બીસી-૮૧૯૦ના ચાલકે રમેશભાઈના બાઈકને જોરદાર ટક્કર મારી હતી. જેથી રમેશભાઈ અને તેમના પત્નિ જાગૃતિબેન ગંભીર રીતે ઘવાયા હતા. અકસ્માત જોઈ આસપાસના લોકો પણ ત્યાં એકઠા થઈ ગયા હતા. ઘાયલ દંપતિને તાત્કાલિક સારવાર માટે ગાંધીનગર સિવિલ ખસેડવામાં આવ્યું હતું. જ્યાં રમેશભાઈની તબિયત લથડતાં તેમને અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવાયા હતા. જ્યાં તેમનું મોત નીપજયું હતું. આ ઘટના સંદર્ભે હિતેશભાઈની ફરિયાદના આધારે સે-૭ પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ શરૃ કરી છે.

(4:52 pm IST)
  • નવસારી અને ડાંગ જિલ્લામાં ભારે વરસાદ ના કારણે પૂર્ણાં અને અંબિકા નદીઓ માં ઘોડાપુર ની સ્થિતિ : નીચાણવાળા વિસ્તારોને અલર્ટ કરાયા. access_time 7:19 pm IST

  • મુંબઇમાં ગઇસાંજ થી આખીરાત ઝરમરથી ભારે ઝાપટાઓ વરસ્યા : અનેક વિસ્તારોમાં પાણી ભરાયાઃ નાગપુરમાં ગઇકાલે જોરદાર વરસી ગયા બાદ સાંજથી વરસાદ નથીઃ આજે શાળા-કોલેજો બંધ access_time 1:27 pm IST

  • વરસાદે સર્જી જાપાનમાં તારાજી : જાપાનના પશ્ચિમ વિસ્તારમાં જોરદાર પૂર તથા ભેખડો ધસી પડવાને કારણે આશરે ૫૦થી વધુ લોકોનાં મૃત્યુ થયાં છે અને સેકડો લોકો લાપતા થયા છે. મોટાભાગનાં મૃત્યુ હિરોશીમા પ્રદેશમાં થયાં છે. હિરોશીમા પ્રદેશમાં ગુરુવારથી મુશળધાર વરસાદ પડી રહ્યો છે અને હજ્જારો ઘરોને નુકસાન થયું છે. આશરે 15 લાખ લોકોને તેમના ઘર છોડીને સલામત સ્થળે જતા રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે. હજ્જારો પોલીસ કર્મચારીઓ, ફાયર ફાઈટર્સ અને સૈનિકો શોધ તથા બચાવ કામગીરીમાં જોડાયા છે. આગામી કેટલાક દિવસોમાં વધુ વરસાદ પડવાની આગાહી પણ કરવામાં આવી છે. access_time 11:12 pm IST