Gujarati News

Gujarati News

News of Saturday, 7th July 2018

લાંભવેલની સગીરાને લગ્નની લાલચ આપી યુવક ભગાડી જતા ગુનો દાખલ

આણંદ: નજીક આવેલા લાંભવેલ ગામે રહેતી સગીરાને ગામનો જ વિધર્મી યુવાન લગ્ન કરવાની લાલચ આપીને બાઈક પર બેસાડી ભગાડી જતાં આ અંગે આણંદ રૂરલ પોલીસે ગુનો દાખલ કરીને સીપીઆઈ આણંદે તપાસ હાથ ઘરી છે. 
પ્રાપ્ત વિગતો અનુસાર લાંભવેલ ગામે રહેતી ૧૪ વર્ષ અને ૧૧ માસની સગીરાને ગામમાં જ રહેતો સંજયભાઈ ચીમનભાઈ પઢિયાર નામનો યુવાન લગ્ન કરવાની લાલચ આપીને પાણીની ટાંકી પાસેથી બાઈક પર બેસાડીને ભગાડી ગયો હતો જે અંગે સગીરાની માતાએ લાગતા વળગતા તમામને ત્યાં તપાસ કરવા છતાં પણ મળી ના આવતાં આણંદ રૂરલ પોલીસ મથકે આવીને પોતાની ફરિયાદ આપી હતી. 

(4:46 pm IST)